મોરબી: વિશાલદિપ નળિયાના કારખાનામાં પહેલા નહાવા બાબતે મજુરો વચ્ચે બઘડાટી બોલી
મોરબી: મોરબીના વીસીપરા અમરેલી રોડ વિશાલદીપ નળીયાના કારખાનામાં પહેલા નહાવા બાબતે મજુરો વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ પાંચ શખ્સોએ યુવક તથા તેના મિત્રને તલાવાર વડે માર મારી ઈજા પહોંચાડી હતી. તેમજ અન્ય એક યુવકના સાથી અને મહિલાને મુંઢમાર માર્યો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે પાંચે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે એક આરોપીને ઝડપી પાડયો જ્યારે અન્ય ચાર શખ્સોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના વિસીપરા અમરેલી રોડ વિશાલદીપ નળીયાના કારખાનાની ઓરડીમાં રહેતા કિશનભાઇ રવિભાઈ ચૌહાણ (ઉ.વ.૨૫) એ આરોપી યુસુફભાઈ કરીમભાઈ જેડા (ઉ.વ.૩૯) રહે. હાલ સિસ્ટર બંગલો સામે વાડી વિસ્તાર વીસીપરા તા.જી. મોરબી તથા તેના કુંટુંબના બે પુરુષો તથા બે સ્ત્રીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૮-૦૫-૨૦૨૩ ના રોજ ફરીયાદી તથા સાહેદો કારખાનામા મજુરી કામ કરી નાહવા માટે ગયેલા જ્યાં આરોપી યુસુફભાઈ એ આવી મારે પહેલા નાહવુ છે તેમ કહી ઝઘડો તકરાર કરી સાહેદ ગૌતમને મોઢાપર પ્લાસ્ટીકની ડોલ મારેલ બાદ ફરીયાદી તથા સાહેદો પોતાની રહેણાંક ઓરડી પાસે જતા જ્યાં આરોપીઓએ ગેરકાયેદસર મંડળી રચી હથીયારો ધારણ કરી આવી આરોપી યુસુફભાઈએ તલવાર વડે ફરીયાદીને ડાબા હાથે કોણી પાસે તથા સાહેદ સંજયને હાથ પર તલવાર વડે ઇજા કરી આરોપી બે પુરુષોએ ફરીયાદી તથા સાહેદો રવીભાઇ તથા વસંત બેનને લાકડી વડે મુંઢ માર મારી જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરી હળધુત કરી અપમાનીત કર્યા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર કિશનભાઇએ પાંચે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી યુસુફભાઈને ઝડપી પાડયો હતો જ્યારે અન્ય ચાર શખ્સોને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ -૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૩, ૩૨૪,૫૦૪ એટ્રોસીટી એકટ કલમ-૩ (૧), (R),(s)3(૨),(૫એ) તથા જીપી એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
