મોરબીના જુના સાદુળકા ગામે તીનપત્તીનો જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા
મોરબી: મોરબી તાલુકાના જુના સાદુળકા ગામેની સીમ નદી પાસે મેલડી માતાજીના મંદિર નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જુના સાદુળકા ગામેની સીમ નદી પાસે મેલડી માતાજીના મંદિર નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા કિશનભાઇ અંબુભાઇ હળવદીયા, બિજલભાઇ પરસોત્તમભાઇ ડાભી, ભુપતભાઇ નાનજીભાઇ હળવદીયા, રમેશભાઇ બાબુભાઇ ભંખોડીયા રહે. બધા જુના સાદુળકા, તા.જી.મોરબી, વાળાને રોકડ રકમ રૂ.૧૭૨૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે