મોરબીના ટીંબડી પાટિયા નજીકથી દેશી તમંચા સાથે એક ઝડપાયો
મોરબી: મોરબી માળિયા (મી) નેશનલ હાઇવે રોડ ટીંબડી ગામના પાટીયા નજીકથી એક ઈસમને દેશી તમંચા સાથે મોરબી તાલુકા પોલીસે પકડી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી માળિયા (મી) નેશનલ હાઇવે રોડ ટીંબડી ગામના પાટીયા નજીક સાબીર ઉર્ફે ટાઈગર મેમણ કાસમભાઈ કાસમાણી (ઉ.વ.૨૩) રહે. પંચાસર રોડ લાતી પ્લોટ -૧૪, ખ્વાજા પેલેસ મોરબી વાળા પાસેથી ગેરકાયદેસર રીતે રાખેલ દેશી બનાવટનો તમંચો નંગ -૧ કિં રૂ. ૫૦૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે પકડી પાડયો છે. આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.