મોરબીના તબીબનું કેન્દ્રીય મંત્રી દ્વારા સન્માન
મોરબી : મોરબીના દાંતના ડોક્ટર ડો. મિલન ઉઘરેજાને ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી કેન્દ્રીયમંત્રી સ્મૃતિબેન ઈરાનીના હસ્તે ગુજરાતના શ્રેષ્ઠ ડેન્ટલ પ્રેક્ટિસનો એવોર્ડ પ્રાપ્ત થયો છે.
મોરબી જીલ્લાના સૌપ્રથમ M.D.S ડો. મિલન ઉઘરેજા છેલ્લા 8 વર્ષથી દર્દીઓની ઉત્કૃષ્ટ સારવાર કરી રહ્યા છે. ડો. મિલનભાઈ ઈન્ડિયન આર્મી, બીએસએફ સહિતના જવાનોને નિઃશુલ્ક સારવાર આપે છે. આ ઉપરાંત અનેક સેવાકીય કેમ્પસ, વિધવા માતાની દીકરીઓના સમૂહ લગ્ન અને બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરે છે જેથી ડો. મિલનભાઈને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ગુજરાત રાજ્ય તરફથી સમગ્ર ગુજરાતના શ્રેષ્ઠ ડેન્ટલ પ્રેક્ટિસ બદલ કેન્દ્રીયમંત્રી સ્મૃતિબેન ઈરાનીના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો છે.