મોરબીના નવા ડેલા રોડ પર દુકાનમાં રાખેલા ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ઝડપાયો
નવાડેલા રોડ પર કોમ્પ્લેક્ષમાં દુકાનમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થો સાથે એક ઈસમની ધરપકડ કરવામાં આવી છે. એ ડિવિઝન પોલીસે રૂ.૨૫૬૦૦ કિમીતના દારૂના જથ્થો કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એ ડિવિઝન પોલીસ ઇન્સ એમ.પી.પંડયાને ખાનગીરાહે હકિકત મળેલ કે મુનવરભાઈ અનવરભાઈ મીનીવાડીયા રહે.લાતી પ્લૉટ મોરબી વાળો મોરબી નવાડેલા રોડ પર ક્રાંતી કોમ્પલેક્ષમા બીજા માળે દુકાન ભાડે રાખીને ઈંગ્લીશ દારૂનો જથ્થો ઉતારીને ઈંગ્લીસ દારૂની બોટલોનુ વેચાણ કરે છે. જેથી હકિકત આધારે મોરબી સીટી એ ડીવી પોસ્ટે ના સર્વેલન્સ સ્ટાફના માણસો હકિકત વાળી જગ્યાએ રેઇડ કરતા નવાડેલા રોડ પર ક્રાંતી કોમ્પલેક્ષમા બીજા માળે આવેલ દુકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
પોલીસે આરોપી મુનવરભાઈ અનવરભાઈ મીનીવાડીયાને મેજીક મુમેન્ટ ગ્રીન વોડકાની સીલબંધ બોટલો નંગ-૪૪, ઓલ સેસન્સ ગોલ્ડન કલેકશન રિઝર્વ વ્હીસ્કી ની શીલબંધ બોટલો નંગ-૨૪ (૩) રોયલ ચેલેન્જ ક્લાસીક પ્રીમીયમ વ્હીસ્કી ની સીલબંધ નંગ-૧૦ મળી કુલ રૂ.૨૫૬૦૦ નો મુદામાલ સાથે ઝડપી લીધો હતો.
આ કામગીરીમાં પો.સબ.ઈન્સ એસ.એમ.રાણા પો.હેડકોન્સ એમ.એમ.દેગામડીયા તથા પો.કોન્સ ચકુભાઇ કરોતરા તથા હિતેષભાઇ ચાવડા તથા સિધ્ધરાજસિંહ જાડેજા તથા સાગરભાઇ લોખીલ તથા અરજણભાઈ ગરીયા તથા તેજાભાઇ ગરચરનાઓ જોડાયા હતા.