નિલકંઠ વિદ્યાલયના 355 વિદ્યાર્થીઓની મહેનત અને પરિશ્રમથી તૈયાર થયેલ 42 કૃતિઓનું અદભુત પ્રદર્શન
મોરબીના હાર્દ સમાં વિસ્તારમાં આવેલ નીલકંઠ વિદ્યાલય હર હંમેશ કંઈક ને કંઈક નવું કરવા માટે જાણીતી છે ત્યારે વિદ્યાર્થીઓ ને પ્રેક્ટિકલ જ્ઞાન મળી રહે અને આધુનિક ભારતને વિશ્વગુરુ બનાવવા માટેની આધારસ્તંભ સિદ્ધિઓ જેવી કે વંદે ભારત- બુલેટ ટ્રેન, આપણા સૈનિકો આપણું અભિમાન, ભારતની એકતા અને અખંડિતતાનું પ્રતીક સ્ટેચ્યુ ઓફ યુનિટી,અટલ-ટનલ માર્વેલ ઓફ એન્જીનીયરીંગ, દરિયાઈ પરિવહન મોડેલ – સાગર માળા, ચતુર્ભુજ માર્ગ- અ કનેક્શન ઓફ ઇન્ડિયા, એક સાથે 104 સેટેલાઇટ-ઈસરોની કમાલ, નવા ભારતની પહેચાન-કર્તવ્ય પથ વિશ્વમાં ડંકો વગાડતી ભારતીય કંપનીઓ, સેબી-શેર બજારનો કિંગ મેકર,મસ્તિષ્કથી મેથ્સ સુધી ગણિત રૂમ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર-5G & GG ટેકનોલોજી, હિન્દૂ ધર્મનો આધાર સ્તંભ-મહાભારત, બાર જ્યોતિર્લિંગ-એક વૈજ્ઞાનિક રહસ્ય વગેરે સિદ્ધિઓ દર્શાવતા મોડેલ તેમજ બાબા બરફાની બરફનું શિવલિંગ,બ્રહ્માંડની રોમાંચક સફર,પ્રાચીન ઘડિયાળ જંતર-મંતર, એન્ટરટેઇનમેન્ટ ઝોન, કવિઝ કોમ્પિટિશન, ફૂડ કોર્ટ, સેલ્ફી એરિયા, નિલકંઠની પહેચાન-બિઝનેસ ટાયકુંન-૨૦૨૩ ગેમ-આઇડેન્ટિફાઈ ઓબ્જેક્ટ વગેરે અદભૂત પ્રદર્શની દુર્લભજીભાઈ દેથરીયા ધારાસભ્ય ટંકારા-પડધરી,કાંતિભાઈ અમૃતિયા ધારાસભ્ય મોરબી-માળીયા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા તેમજ દિનેશભાઈ વડસોલા જિલ્લા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વગેરેની પ્રેરક ઉપસ્થિતમાં બે દિવસ ચાલનારી નયા ભારત, આત્મનિર્ભર ભારત પ્રદર્શની ખુલ્લી મુકવામાં આવેલ છે આ પ્રસંગે બંને ધારાસભ્યોએ મોરબી પંથકની તમામ જનતાને આ પ્રદર્શની નિહાળવાનું આહવાન કર્યું છે,તેમજ નીલકંઠ વિદ્યાલયના સંચાલક અને ટ્રષ્ટિ જીત વડસોલા નવનીત કાસુંદ્રા,તેમજ સમગ્ર શાળા પરિવારના આ અદભૂત વિચાર અને કામગીરીને બિરદાવી હતી,વધાવી હતી અને શુભેચ્છા પાઠવી હતી.
મોરબી તાલુકાના બેલા ગામ પાસે શંભુ હોમ ડેકોર નજીક રોડ ઉપર આશરે ૨૫ થી ૩૦ વર્ષીય અજાણ્યા યુવકે અજાણ્યા રીક્ષામાંથી કુદકો મારી રોડ પર પટકાતા માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા અજાણ્યા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
આમ આદમી પાર્ટી જિલ્લા ટીમ દ્વારા તાજેતરમાં પાંજરાપોળ પાસે કરવામાં આવેલ વૃક્ષારોપણની જગ્યાનું નામ મોરબીના ધારાસભ્ય દ્વારા નમો વન આપવામાં આવ્યું છે જેનું નામ મોરબીના ઇતિહાસ પર થી અથવા કોઈ ક્રાંતિકારી વિચાર પરથી રાખવામાં આવે એવા વિરોધ સાથે કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું.
કારણ કે એ જગ્યા રાજવી પરિવારોએ સંપાદનમાં...