મોરબી: થર્ટી ફસ્ટ ડીસેમ્બર અનુસંધાને મોરબીના મધુપુર ગામેથી ઈંગ્લીશ દારૂની 149 બોટલો સાથે એક ઈસમને મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયા.
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ તથા પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા આગામી થર્ટી ફસ્ટ ડીસેમ્બર અનુસંધાને પ્રોહી-જુગારના કેશો શોધી કાઢવા અંગે સ્પેશીયલ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા મોરબીનાઓ દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહીબીશન – જુગારની પ્રવૃતિ અટકાવવા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓને સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા તે દરમ્યાન પોલીસને સંયુકતમાં મળેલ ખાનગી હકિકત આધારે મધુપુર ગામેથી એક ઇસમને ઇકો ગાડી નંબર GJ-01-KF-1949 વાળીમાં જુદી જુદી બ્રાન્ડની ઇગ્લીશદારૂની બોટલ નંગ-૧૪૯ કિ.રૂ.૬૧,૫૩૦/- મળી કુલ. કિ.રૂ.૧,૬૭,૦૩૦/- ના મુદામાલ સાથે હેરાફેરી કરતા મળી આવતા કુલ બે ઓરપી વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
મોરબી તાલુકાના સોખડા ગામની સીમમાં આવેલ ખેતરમાં વિજળી પડતાં આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના સોખડા ગામે રહેતા મુકેશભાઈ નરભેરામભાઈ સુરેલા ઉ.વ.૪૫ વાળો સોખડા ગામની સીમમાં આવેલ પોતાના ખેતરમાં કામ કરતા હોય ત્યારે વિજળી પડતાં મુકેશભાઈ નામના આધેડનું મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે અકસ્માતે મૃત્યુ...
મોરબીના રવાપર રોડ પર આવેલ સરદાર પટેલ સોસાયટીમા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમોને રોકડા રૂપિયા ૨૩,૨૦૦ નાં મુદામાલ સાથે સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના રવાપર રોડ પર આવેલ સરદાર પટેલ સોસાયટીમા જાહેરમાં તીનપત્તીનો જુગાર...