મોરબીના માનસર ગામે પાણીના ટેન્કરમા છુપાવેલ ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો
મોરબી: મોરબી તાલુકાના માનસર ગામની સીમ, નારણકા રોડ, પંચાસર ગામના ઝાલા પરીવારના સુરાપુરા દાદાના મંદિર સામે, ખુલ્લી જગ્યામાં ટ્રેકટર સાથે જોડેલ પાણીના ટેન્કરમાં છુપાવેલ રૂ.૭,૫૪,૯૬૦ નાં મુદ્દામાલ સાથે ઇંગ્લિશ દારૂનો જથ્થો મોરબી તાલુકા પોલીસ પકડી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે મોરબી તાલુકાના માનસર ગામની સીમ, નારણકા રોડ, પંચાસર ગામના ઝાલા પરીવારના સુરાપુરા દાદાના મંદિર સામે, ખુલ્લી જગ્યામાં એક મહિન્દ્રા કંપનીનું ટ્રેકટર જે પાણીના ટેન્કર સાથે જોડેલ તે પાણીના ટેન્કરમાં ઇગ્લીશદારૂનો જથ્થો ભરેલ છે અને સગેવગે કરવાની પેરવીમાં છે તેવી ચોકકસ અને ભરોસાપાત્ર બાતમી હકીકત મળતા તુરત જ સર્વેલન્સ સ્ટાફની ટીમ સાથે સદરહું જગ્યાએ રેઇડ કરતા
હકીકતવાળા ટ્રેકટર સાથે જોડેલ ટેન્કરમાં છુપાવેલ ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૪૦ કિં.રૂ.૧,૩૦,૫૬૦/- તથા કિંગફીશર સુપર સ્ટ્રોંગ બીયરના ટીન નંગ-૭૪૪ કિં.રૂ.૭૪,૪૦૦/- નો મળી કુલ રૂ.૨,૦૪,૯૬૦/- તથા સદરહું મુદ્દામાલ રાખવામાં તથા હેરફેરમાં ઉપયોગમાં લીધેલ નંબર પ્લેટ વગરનુ મહિન્દ્રા કંપનીનુ ટ્રેકટર કિં.રૂ.૫,૦૦,૦૦૦/- તથા ટ્રેકટર સાથે જોડેલ પાણીનુ ટેન્કર કિં.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૭,૫૪,૯૬/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.
જ્યારે ટ્રેકટર માલીક હાજર ન મળી આવતા તેના વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.