મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રખડતા ગૌવંશનું લમ્પી વિરોધી રસીકરણ અભિયાન.
મોરબીમાં લંપી વાયરસના કહેરથી ગૌવંશને બચાવવા માટે યંગ ઇન્ડિયા ગ્રુપ આગળ આવીને ખાસ કરીને શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા ગૌવંશ હોય જેનું રસીકરણ ન થતું હોય તે માટે ઉમદા પહેલ કરીને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રખડતા ગૌવંશનું રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મોરબી, માળીયા અને હળવદ હાલ રસીકરણ ચાલુ, હવે પછી વાંકાનેરમાં પણ રખડતા ઢોરનું રસીકરણ કરાશે.
ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબીમાં અને હળવદ તેમજ માળીયામાં હાલ તો રસીકરણ ચાલુ જ છે. પણ હવે વાંકાનેર પંથકમાં પણ નધણીયાત ગૌવંશનું રસીકરણ હાથ ધરાશે. કોઈપણ પશુ રસીકરણથી બાકી રહી ગયું હોય તો દિલીપભાઈ- 8000827577 અને સંજયભાઈ- 8849070538નો સંપર્ક કરવો. તેમજ માલધારી સમાજ કોઈપણ પ્રકારની ગેરમાન્યતા કે અંધશ્રદ્ધાથી દોરાયા વગર પોતાના પશુનું રસીકરણ કરાવે તેવી ખાસ તેમણે અપીલ કરી છે.