મોરબીના રવાપર ગામે ક્રિષ્ના સ્કુલની બાજુમાં અમૃત હાઈટ્સમાં રહેતા યુવાને કામ ધંધામાં મંદી હોવાથી આર્થિક સંકળામણના કારણે ડેમના પાણીમાં ડૂબી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુત તપાસ હાથ ધરી છે
આ બનાવની પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર મૃતકને ધંધામા મંદી હોય જેથી આર્થિક સંકડામણ હોય જેથી ગઇ તા. ૭ ના રોજ પોતાના ઘરેથી નીકળી જઇ આર્થિક સંકડામણથી કંટાળી જઇ પોતે પોતાની મેળે જોધપર(નદી) ગામની સીમમા આવેલ જોગેશ્વર ફાર્મની બાજુમા મચ્છુ-૨ ડેમમા પાણીમા ડુબી જઇને અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રજાની યાદ હવે કેમ આવી ..પ્રજા જાગી અને સુવિધા માંગી રહી છે એટલે કે ગોપાલ ઇટાલીયા મોરબી આવી પોલ ના ખોલે એટલે કે પછી કોગ્રેસ મહાનગરપાલિકાનો પ્રજાને સાથે લઈને ઘેરાવ કરવાના છે એટલે ?
છેલ્લા ચાર દિવસથી આ મોરબી જિલ્લામાં લોકો પ્રશ્નને લઈને રસ્તા રોકો આંદોલન કરી રહ્યા છે. છેલ્લા...
જીલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિના સિધા માર્ગદર્શન હેઠળ આજે ૧૧ જુલાઈ ૨૦૨૫ વિશ્વ વસ્તી દિવસ ની ઉજવણી મોરબી જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે કરવામાં આવી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.કે. શ્રીવાસ્તવ જણાવ્યું કે વિશ્વ વસ્તી દિવસના ઉજવણી નું આ વર્ષનું સૂત્ર "મા બનવાની ઉમર એ જ જયારે...
હળવદ: વાહન ચોરીના રીઢા આરોપીને ચોરીના ત્રણ મોટરસાયકલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
હળવદ પોલીસ સ્ટાફને મળેલ બાતમી મુજબ આરોપી શક્તિ સુખાભાઈ કેશાભાઈ વીંછીયા (ઉ.વ.૨૧) હાલ રહે ગામ રાજપર તા. ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર મુળ રહે ગામ કુંડા તા. ધ્રાગધ્રા જી.સુરેન્દ્રનગર વાળાને ચોરીના મોટર સાયકલ-૧ સાથે પકડી તેને વિશ્વાસમાં લઇ આગવી...