મોરબી જિલ્લાના નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને મોરબી તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારી સી.સી.કાવર વયનિવૃત્ત થતા હોય, જેમને વર્ષો સુધી કે.ની.શિક્ષણ, કે.ની.વહીવટ,તાલુકા પ્રાથમિક અને નાયબ જિલ્લા શિક્ષણાધિકારી તરીકે વિવિધ પદો પર રહી નિર્વિવાદ રહી કુનેહપૂર્વક અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવેલ હોય વય નિવૃત્ત થતા તેમનું શેષ જીવન પરિવાર સાથે સુખ,શાંતિ અને આનંદમયી રીતે પસાર થાય એ માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના તમામ કાર્યકર્તા હિતેશભાઈ ગોપાણી, કિરણભાઈ કાચરોલા, પ્રદીપભાઈ કુવાડિયા, સંદીપભાઈ લોરીયા, મહાદેવભાઈ રંગપડીયા, બળદેવભાઈ વગેરેએ વિદાયમાન આપેલ હતું.
મોરબી તાલુકાના જીકિયાળી ગામ પાસે આવેલ ઘોડાધ્રોઈ સિંચાઈ યોજનામાં રૂલ લેવલ મુજબનું -૧૦૦% પાણી ભરાઇ ગયેલ છે. તે ઉપરાંત, પાણીની આવક ચાલુ હોય વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઉભી થયેલ છે.
જેથી સિંચાઇ યોજનાના નીચાણવાસ માં આવતા ગામો મોરબી તાલુકાના ગામો જીકિયાળી, ચકમપર, જીવાપર, જસમતગઢ, શાપર, જેતપુર (મચ્છુ) રાપર, માળિયા...
ખેલાડીઓ ૨૨ સપ્ટેમ્બર સુધીમાં https://khelmahakumbh.gujarat.gov.in ઉપર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત
સરકારના રમતગમત, યુવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષ ની જેમ ચાલુ વર્ષે પણ ખેલ મહાકુંભ-૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગ્રામ્યકક્ષા, શાળાકક્ષા, તાલુકાકક્ષા, જિલ્લાકક્ષા અને રાજયકક્ષા સુધી અલગ- અલગ વયજૂથમાં વિવિધ ૩૯...