Saturday, July 5, 2025

મોરબીના વવાણીયા ગામે માતૃ શ્રીરામબાઈ માં ની જગ્યામાં ૧૭ મો પાટોત્સવ ઉજવાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સીએમ ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટી સહિત અનેક રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે.

માળિયા તાલુકાના વવાણીયા ગામે આવેલ આહીર સમાજ સંચાલિત આસ્થા અને શ્રદ્ધા નાં પ્રતિક સમી માતૃશ્રી રામબાઈમાંની જગ્યા ખાતે ભોજનાલય, સભાખંડ અને ગૌશાળા લોકાપર્ણ સમારોહ અને પરંપરાગત ૧૭ મો પાટોત્સવ મહોત્સવ તા. ૧૭ ને મંગળવારે યોજાશે

જે લોકાપર્ણ અને પાટોત્સવ મહોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે મહોત્સવમાં સવારે ૦૭ : ૩૦ કલાકે વાસ્તુ યજ્ઞ, અને સવારે ૦૯ : ૩૦ કલાકે લોકાપર્ણ સમારોહ યોજાશે જે પ્રસંગે વ્યક્તિ વિશેષ સન્માન અને અનુદાન આપનાર ભાવિકોનું સન્માન કરાશે જેમાં પૂર્વ મંત્રી જવાહર ચાવડા જેઓએ કેબીનેટ મંત્રી હોવા સમયે પ્રવાસન વિભાગ દ્વારા અદ્યતન ભોજનાલય અને સભાખંડ બંધાવી આપેલ છે જેમનું વિવિધ સંસ્થાઓ અને હોદેદારો દ્વારા સન્માન કરાશે
આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ, સાંધ્ય આરતી અને સાંધ્ય પ્રસાદ યોજાશે અને રાત્રીના ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે તે ઉપરાંત સાંસદ મોહનભાઈ કુંડારિયા, પૂર્વ મંત્રી વાસણભાઈ આહીર, માર્કેટિંગ યાર્ડના વાઈસ ચેરમેન મગનભાઈ વડાવીયા, સાંસદ પુનમબેન માડમ, સાંસદ વિનોદભાઈ ચાવડા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે મહોત્સવને સફળ બનાવવા મહંત જગન્નાથજી અને શ્રી આહીર સમાજ સંચાલિત માતૃશ્રી રામબાઈમાંની જગ્યા ટ્રસ્ટના પ્રમુખ જસુભાઇ હરિભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળની ટીમ જહેમત ઉઠાવી રહી છે

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર