મોરબીના વિસીપરા અમરેલી રોડ પરથી દશ બિયર ટીન સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબીના વીસીપરા અમરેલી રોડ પી.જી.પોટરી નજીક રોડ પર વેચાણ કરવાના ઈરાદાથી બાઇકમાં રાખેલ દશ બીયર ટીન સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિજન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા અમરેલી રોડ પી.જી.પોટરી નજીક રોડ પર આરોપી રણજીભાઈ બળદેવભાઈ સરવૈયા (ઉ.વ.૨૩) રહે. મોરબી જુના બસ સ્ટેન્ડ પાસે જોન્સનગર શેરી નં -૭ તા.જી. મોરબી વાળાએ વેચાણ કરવાના ઈરાદાથી પોતાના કબ્જામાં રાખેલ બિયર ટીન નંગ -૧૦ કિં રૂ.૧૦૦૦ તથા હિરો કંપનીનું સ્પ્લેન્ડર મોટરસાયકલ રજીસ્ટર નંબર – GJ-36-AB-7030 વાળુ જેની કિંમત રૂ. ૩૦,૦૦૦ મળી કુલ કિં રૂ. ૩૧,૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી રણજીભાઈને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img