ગરીબ પરિવાર ના બાળકો કુપોષણ મુક્ત થાય અને તેમને પોષણ મળે તેવાં ઉમદા હેતુ થી રાજ્ય સરકાર દ્વારા રાજ્યના છેવાડાના વિસ્તારના બાળકોને પણ કુપોષણ મુક્ત બનાવવા અભિયાન ચલાવવા દરેક જિલ્લામાં સુચના આપી છે અને રાજ્યભરમાં આં અંગે કાર્યક્રમ કરવા આદેશ કરવામાં આવ્યો છે.
ત્યારે આજે મોરબી જિલ્લામાં પણ આ અભિયાનનો પ્રારભ થયો છે રાજ્ય મંત્રી મોરબી માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ માળિયા ખાતે આવેલ સરકારી હોસ્પીટલમાં બાળકો તેમજ સગર્ભા માતાને પોષણયુકત આહાર ની કીટનું વિતરણ કર્યું હતું. મોરબી જીલ્લામાં હાલ 0થી 5 વર્ષના 93 હજારથી વધુ બાળકો છે જેમાંથી 3100 જેટલા બાળકો સરકારી ચોપડે કુપોષિત નોધાયા છે.
માળિયા સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કેપીએમ નરેન્દ્ર મોદી દ્વારા છેવાડાના માનવીની ચિંતા કરી ગરીબ પરિવારના બાળકો કુપોષણ મુક્ત થાય અને આ બાળકો પણ પોષણ મેળવે તેવા પ્રયાસ કરવા અપીલ કરી છે ત્યારે કેન્આદ્જેર અને રાજ્ય સરકારના સહયોગથી મોરબી જીલ્લામાં સુપોષણ અભિયાન શરુ કરવામાં આવ્યું છે અને તેનો પ્રારંભ માળિયા સિવિલ હોસ્પિટલ ખાતેથી કરવામાં આવ્યો છે. માળિયા સિવિલ હોસ્પિટલ ખાતે મોરબી જિલ્લા પંચાયત તેમજ માળિયા નગરપાલિકાના અધિકારી અને પદાધિકારીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવા પ્રયાસ કર્યો હતો અને 40 જેટલા બાળકોને દતક લઇ તેમના માતાને પોષણકીટ આપવામાં આવી છે
