મોરબીમાં આજ રોજ હનુમાન જયંતી ની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે આજે મોરબીના ખત્રીવાડ વિસ્તારમાં આવેલ હનુમાનજી મંદિરે હનુમાન જયંતી ની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી
જેમાં સવારે શોભાયાત્રા કાઢવામાં આવી હતી તેમજ બપોરે મહાપ્રસાદ યોજાયો હતો તેમજ વિસ્તારના બાળકોએ ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને હનુમાનજીના વેશભૂષા ધારણ કર્યા હતા અને હર્ષોલ્લાસ સાથે હનુમાન જયંતી ઉજવવામાં આવી હતી
