હળવદની ગોઝારી ધટનાના મૃતકોને શ્રધ્ધાજંલી પાઠવાય
વિશ્વ સંવાદ કેન્દ્રએ ખુબ જાણિતું રાષ્ટ્રીય મિડીયા નેટવર્ક છે, જે માઘ્યમો માટે ઉપયોગી એવા રાષ્ટ્રહિતનાં સમાચારો, લેખો, શ્રાવ્ય, દ્રશ્ય વગેરે સ્વરૂપમાં માહિતીનું પ્રત્યાયન કરે છે. ત્યારે સૃષ્ટિના આધ્ય પત્રકાર “દેવર્ષિ નારદ “દેવર્ષિ નારદ જયંતિ”ના પાવન અવસરે મોરબી જિલ્લાના વિશ્વ સંવાદ કેન્દ્રની પરંપરા પ્રમાણે લોકમતનાં ઘડતરનું રાષ્ટ્રીય કર્તવ્ય અદા કરતા મોરબીના પત્રકારોના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું
તા ૧૮ ને બુધવારે રાત્રે ૯ કલાકે શનાળા રોડ પર આવેલ શ્રી સરસ્વતી શિશુમંદિર શાળા ખાતે વિશ્વ સંવાદ કેન્દ્ર મોરબી જીલ્લાનું આયોજન કરાયું હતું. જેમાં કાર્યક્રમ ની શરૂઆત પહેલા હળવદની ગોઝારી ધટનાના મૃતકને શ્રધ્ધાજંલી આપવા મૌન પાડવામાં આવ્યું હતું.
ત્યાર બાદ સંઘની વિવિધ જવાબદારી સંભાળનાર અને નિવૃત્ત બેન્ક કર્મચારી વિજયભાઈ રાવલે દેવર્ષિ નારદ વિશે જાણી- અજાણી વાતો રજુ કરવામાં આવી હતી. આ તકે મોરબીના પત્રકારો સુરેશભાઈ ગૌસ્વામી, શ્રીકાંતભાઈ પટેલ, જનકભાઈ રાજા, મેહુલભાઈ ગઢવી, યોગેશભાઈ રંગપરીયા સહિતના પત્રકારમિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ ને સફળ બનાવવા મોરબી નગર કાર્યવાહ ર્સ્ટ્સ ડો જયદીપભાઈ કંજારીયા, મોરબી નગર સહ કાર્યવાહ દિલીપભાઈ કડેચા એ જહેમત ઉઠાવી હતી.
