મોરબીમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને પોલીસે ઝડપી પાડયો
મોરબી: મોરબીમાં પાંચ વર્ષની માસૂમ બાળકી સાથે નરાધમે દુષ્કર્મ આચર્યું હતું જેથી તે નરાધમ વિરુદ્ધ ભોગ બનનાર બાળકીની માતાએ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ચક્રો ગતિમાન કરી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડયો હતો.
મળતી માહિતી મુજબ બાળકીની માતાએ ફરીયાદ નોંધાવેલ જેમાં આરોપી રવીરાજ રાજેન્દ્રભાઇ મગનભાઇ થરેશા રહે. મેલડીપરા, દિલીપભાઇની દુકાનની સામે, વઢવાણ, સુરેન્દ્રનગર જી.સુરેન્દ્રનગર હાલ-નાગેશ્વરી સીરામીક ફેકટરીના લેબર કવાર્ટરમાં, રંગપર ગામની સીમમાં, તા.જી.મોરબી વાળાએ ફરીયાદીની સગીરવયની દિકરી ભોગ બનનાર ઉમર સાડા પાંચ વર્ષ જન્મ તા. ૩૦- ૦૪- ૨૦૧૭ વાળી શારીરીક રીતે અસક્ષમ હોવાનું જાણવા છતા ફેક્ટરીના ખાલી લેબર ક્વાર્ટરમાં નગ્ન કરી બળજબરી પુર્વક શરીર સબંધ બાંધી ઉગ્ર પ્રવેશ જાતીય હુમલો કરી ગુન્હો કરેલ.
આ ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ મોરબી પોલીસ અધિક્ષક, દ્વારા મોરબી નાયબ પોલીસ અધિક્ષક વિભાગ મોરબીનાઓએ આરોપીને તાત્કાલીક પકડી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જેથી પોલીસ સ્ટાફ આરોપીની વોચ તપાસમાં રોકાયેલ હોય તે દરમ્યાન આરોપી રવીરાજ રાજેન્દ્રભાઇ મગનભાઇ થરેશા કોળી રહે. મેલડીપરા, દિલીપભાઇની દુકાનની સામે, વઢવાણ, સુરેન્દ્રનગર જી.સરેન્દ્રનગર હાલ-નાગેશ્વરી સીરામીક ફેકટરીના લેબર કવાર્ટરમાં, રંગપર ગામની સીમમાં, તા.જી.મોરબી વાળો મળી આવતા મજકુર આરોપીની પુછપરછ કરતા ગુન્હો આચરેલ હોવાની કબુલાત આપતો હોય જેથી મજકુર આરોપીને પોલીસ સ્ટેશન લાવી કોરોના ટેસ્ટ કરાવતા નેગેટીવ આવતા મજકુર આરોપીને આજ રોજ તા.૦૭/૧૦/૨૦૨૨ના કલાક.૧૯/૩૦ વાગ્યે ધોરણસર અટક કરી ઇ.પી.કો. કલમ ૩૭૬(૨) (એફ)(જે)(એલ), ૩૭૬(૩) તથા પોકસો એકટ કલમ-૪,૫(કે)(એમ)(એન), ૬ મુજબનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.