મોરબીમાં ખાનગી એન્જિનિયરો દ્વારા આજ રોજ કલેકટરને આવેદન આપવામાં આવ્યુ અને સરકાર દ્વારા લાવવામાં આવેલ નવા પ્રોફેશનલ એન્જિનિયર્સ બિલનો વિરોધ કરવામાં આવ્યો
સિવિલ એન્જીનીયરોના કહેવા મુજબ આ કાયદામાં પ્રોફેશનલ એંજીનિયર્સની નોંધણી અને એક્ઝામની જોગવાઈ છે. તેમાં નોંધણી અને એક્ઝામ આંટીધુટીવળી હોવાથી ખાનગી સેક્ટરમાં કામ કરતા સિવિલ એન્જીનીયરોનું હિત જોખમશે. આથી સિવિલ એન્જીનીયરોએ કલેકટરને આજે આવેદનપત્ર પાઠવીને પ્રોફેશનલ એંજીનિયર્સના હિતમાં જ સરકાર નિર્ણય લે તેવી માંગ કરી છે.
મોરબી સિવિલ એન્જિનિયર એસોસિએશનના નેજા હેઠળ આજે ખાનગી સેક્ટરના સિવિલ એન્જિનિયરોએ કલેકટર કચેરી ખાતે જઈને સરકારને સંબોધી કલેકટરને આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે, ભારત સરકાર પૂરા દેશના એન્જીનિયર્સ માટે પ્રોફેશનલ એંજીનિયર્સ બિલ લાવી રહી છે. જે મુજબ ગુજરાત કાઉન્સીલ ઓફ પ્રોફેશનલ સિવિલ એન્જીનિયર્સની કચેરી દ્વારા ગુજરાત રાજ્યમાં પ્રોફેશનલ પ્રેક્ટિસ કરનારા સિવિલ એન્જિનિયરને રેજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. એ માટે ફરજિયાત એક્ઝામ દેવી પડે છે. જેમાં ખાનગી સેક્ટરમાં કામ કરતા એન્જિનિયરની નોંધણી માટે એક્ઝામ ફરજિયાત આપવી અને પછી દર બે વર્ષે આ એક્ઝામ લેવી તેમજ એક્ઝામ માટે દર બે વર્ષે રૂ.20 થી 25 હજારની ફી ભરવી એવી જોગવાઈ છે. એની સામે ખાનગી સેક્ટરના એન્જિનિયરનું કહેવું એમ છે કે, તેઓ જ્યાં પણ નોકરી કરે છે તેનું લાયસન્સ અને જે તે સાલ તેમણે લીધેલી ડીગ્રી એ જ મોટો પુરાવો છે. ત્યારે સરકારના આવા ગતકડાની હવે શરૂ જરૂર છે ?
વધુમાં સિવિલ એન્જીનીયરોએ જણાવ્યું હતું કે, જે તે કોર્પોરેશનમાં નોકરી કરે છે. એ જ મોટું પ્રુફ છે.આમ પણ સિવિલ એન્જિનિયરને સરકારમાં ક્યાં નોકરી મળે છે.આથી સિવિલ એન્જિનિયરો બેકાર છે. હવે માંડ માંડ ખાનગીમાં નોકલી મળી છે. ત્યારે આ આંટીધુટીવાળી જોગવાઈના કાયદાનો અમલ થાય તો સિવિલ એન્જિનિયર રોજીરોટી વગરના થઈ જશે. માટે આવી નોંધણી અને ફરજિયાત એક્ઝામ વાળા બીલને રદ કરવાની માંગ કરી છે. અન્યથા આંદોલન કરવાની ચીમકી આપી છે.
મોરબી જિલ્લામાં હળવદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત હળવદ શહેરમાં મુખ્ય બજાર અને કોમર્શિયલ વિસ્તારમાં રાત્રી સફાઈ હાથ ધરવામાં આવી હતી.
રાજ્ય વ્યાપી સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં વિવિધ આયોજનો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે હળવદ નગરપાલિકા દ્વારા પણ સ્વચ્છતા ઝુંબેશ સહિતની કામગીરી હાથ ધરવામાં...
મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર પ્રજા હિત માટે સતત કાર્યરત છે. વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા સમયાંતરે ગામડાઓની મુલાકાત લઈ ગામની સવલતો અને ખૂટતી સુવિધાઓ સહિતની બાબતો અંગે અંગત રસ લઇ સમીક્ષા કરવામાં આવે છે. ત્યારે વહીવટી કાર્યક્ષમતા અને નાગરિકલક્ષી સેવાઓના વિતરણને સુનિશ્ચિત કરવાના હેતુસર...