મોરબીમાં ફ્રુટ સુધારતી વખતે ધ્યાન ભટકતા છરી પેટમાં લાગી જતા યુવકનુ મોત
મોરબી: મોરબીના સામા કાંઠે આવેલ હરીપાર્ક સોસાયટી વિધુતનગરમા પોતાના ઘરે પતી પત્ની મજાક મસ્તી કરી રહ્યા હોય તે વખતે ફ્રુટ સુધારતી વખતે પોતાના હાથમાં રહેલ છરી પેટમાં લાગી જતા યુવકનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ અમરદિપસિંહ પ્રવિણસિંહ રાણા ઉ.વ.૩૨ રહે. હરીપાર્ક સોસાયટી વિધુતનગર મોરબી-૨ વાળા ગઇ તા.૦૨/૦૫/૨૦૨૩ ના રોજ કોઇ પણ સમયે પોતાના ઘરે પતી પત્ની બંને સાથે હાજર હોય અને મજાક મસ્તી કરી રહ્યા હોય તે વખતે ફ્રુટ સુધારતી વખતે પોતાના હાથમા રહેલ છરી ધ્યાન ભટકતા પોતાના ભેટના ભાગે લાગી જતા પ્રથમ ખાનગી હોસ્પિટલ મોરબી ખાતે સારવાર માટે દાખલ કરેલ હોય અને વધુ સારવાર માટે રાજકોટ સીટી ખાતે આવેલ ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ ગયેલ હોય જેઓને સારવાર દરમ્યાન તા.૦૭/૦૫/૨૦૨૩ ના રોજ ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીજન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.