મોરબીમાં આજ અખાત્રીજ નાં રોજ બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામ ની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભગવાન પરશુરામ દાદાની જન્મજયંતીની પૂર્વ સંધ્યાએ પરશુરામધામ ખાતે રાસોત્સવ યોજાયો હતો જેમાં ભૂદેવો રાસ ગરબે ઘૂમ્યા હતા અને રાત્રીના કેક કાપીને ભગવાન પરશુરામ દાદાની જન્મ જયંતી ઉજવી હતી


તેમજ આજે અખાત્રીજના પાવન પર્વે પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી જે શોભાયાત્રા શહેરના વાઘપરામાં આવેલ ગાયત્રી મંદિરથી પ્રસ્થાન કરવામાં આવી હતી જે વાજતે ગાજતે શહેરના મુખ્યમાર્ગો પર ફરી હતી અને નવલખી રોડ પરના પરશુરામ ધામ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી જ્યાં બ્રહ્મસમાજ દ્વારા મહાઆરતી યોજાઈ હતી અને મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું શોભાયાત્રા સહિતના ધાર્મિક મહોત્સવમાં બ્રહ્મસમાજના અગ્રણીઓ, ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા
