રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજાના પદ,કદ અને પ્રતિષ્ઠામાં વધારો તાપી વિધાનસભા બેઠકના નિરીક્ષક તરીકે પસંદગી
મોરબી: મોરબી-માળીયા વિસ્તારના લોક લાડીલા ધારાસભ્ય અને ગુજરાત સરકારના પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા પોતાની સૂઝબૂઝ,કુનેહ,કામ કરવાની આવડત,લોક પ્રશ્નો માટે સતત અવિરત કાર્યરત રહેવાની કાર્યકુશળતાના કારણે સી.એમ. ભુપેન્દ્રભાઈ પટેલથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને સી.આર. પાટીલથી અમિતભાઈ શાહ સુધી જેમને નિકટતા પ્રાપ્ત કરેલ છે, શીર્ષથ નેતૃત્વના જેઓ કૃપાપાત્ર બનવાના કારણે મંત્રી બ્રિજેશભાઈ મેરજાને હાઈટેક મિનિસ્ટરનું બિરુદ પ્રાપ્ત થયેલ છે જેમની આગેવાની હેઠળ પ્રધાનમંત્રીની પ્રેરક ઉપસ્થિતમાં ગુજરાત રાજ્યના તમામ સરપંચોનું વિશાળ મહાસંમેલન યોજવામાં આવેલું, બ્રિજેશભાઈ મેરજાના પ્રયત્નોથી સમગ્ર રાષ્ટ્રમાં મોરબી જિલ્લો ઘર ઘર નલમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે અને દિલ્હી ખાતે મત્રીનું સન્માન પણ કરવામાં આવેલ આવી યશસ્વી કામગીરીના કારણે ગુજરાતની જનતા અને કર્મચારીઓના પ્રશ્નો હલ કરવાની પાંચ મંત્રીઓની કમિટીમાં પણ બ્રિજેશભાઈ મેરજાને મહત્વનું સ્થાન આપવામાં આવેલ અને શરૂઆતમાં જ ગુજરાત રાજ્યના તલાટીઓના પ્રશ્નોનું સંતોષકારક સમાધાન કરી આપ્યું હતું અને એવી જ રીતે અન્ય વિભાગોના કર્મચારીઓની સમસ્યાઓનું સમાધાન કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી આવી અનેકવિધ સફળ કામગીરીના ફરી એકવાર સી.આર.પાટીલ પ્રદેશ અધ્યક્ષ ભાજપ દ્વારા તાપી જિલ્લાની વિધાનસભાની બેઠકના નિરીક્ષક તરીકેની મહત્વની જવાબદારી સોંપતા મોરબી- માળીયાના લોકલાડીલા ધારાસભ્ય અને પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાના રાજકીય કદ,પદ અને પ્રતિષ્ઠામાં વધારો થયો છે.
