લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા બે દિવ્યાંગ બહેનોને ટ્રાયસિકલ પંચમુખી હનુમાનજી મંદિર મોરબી-૨ ખાતે અર્પણ કરવામાં આવી

આ પ્રોજેકટના દાતા લાયન્સ ક્લબ મોરબી સિટી નાં સભ્ય ભાવેશભાઈ છગનભાઈ ચિખલિયા તેમજ બિપીનભાઈ છગનભાઈ ચિખલિયા દ્વારા આપવામાં આવેલ
લા.ભાવેશભાઈ તેમજ બિપીનભાઈના સ્વ. વંદનીય પિતાશ્રી છગનભાઈ
ચિખલિયા અને સ્વ.વંદનીય માતુશ્રી શાંતાબેન ની પુણ્ય તિથી નિમિતે બે દિવ્યાંગ બહેનો ને ટ્રાયસિકલ અર્પણ કરી સાથે પોતાના પિતાશ્રી ની કર્મ ભૂમિ પંચમુખી હનુમાનજીના આશીર્વાદ મેળવ્યા

આ ટ્રાયસિકલ વિતરણ પ્રસંગે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના પ્રેસિડેન્ટ ત્રિભોવન ભાઈ સી ફૂલતરિયા પાસ્ટ પ્રેસિડેન્ટ એ એસ સુરાણી સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા લા. મહાદેવભાઈ ચિખલીયા ,લા.હિતેન્દ્ર ભાઈ ભાવસાર લા.રસ્મિકાબેન રૂપાલા મોરબી ફોટો વિડિઓ એસોસિયેશન ના પ્રમૂખ મહાદેવભાઈ ઊંટવડિયા
ચિખલીયા,જયસુખ પટેલ,ખીમજીભાઈ પટેલ, દિલીપભાઈ, ચીખલીયા પરિવારના વડીલ સભ્યો તેમજ તેમના પરિવારજનો ની ઉપસ્થિતિ માં લાયન્સ કલબ ઇન્ટરનેશલ ડિસ્ટ્રિક 3232 જે સૌરાષ્ટ્ર કરછના દ્વિતિય વાઇસ ડિસ્ટ્રિક ગવર્નર રમેશભાઇ રૂપાલા ખાસ ઉપસ્થિત રહેલ ત્યારે તેમને જણાવેલ કે આપના શુભ પ્રસંગોએ તેમજ આપના સ્વજનોની પુણ્ય તિથિ નિમિત્તેસમાજના જરૂરિયાત વાળા લોકોને ઉપયોગી બની તેના જીવનમાં અજવાળું પાથરીને એની જરૂરિયાતને સંતોષવના જો પ્રયત્નો થશેતો સમાજમાં નવી ચેતના જાગશે અને સેવા પરમો ધર્મ સૂત્ર ને ખરા અર્થમાં સાર્થક કરી સકશું.
ત્યાર બાદ પ્રેસિડેન્ટ ટી સી ફૂલતરીયાએ ઉપસ્થિત સર્વેનો તેમજ દાતા પરિવાર નો આભાર વ્યક્ત કરેલ તેમ યાદીમાં જણાવેલ
