વેપારીએ વોચ ગોઠવી ડિઝલ ચોરી કરતી ટોળકીને પક્ડી પોલીસ હવાલે કરી
મોરબી : મોરબીમાં બાઈક ચોરી કરતી ટોળકી સક્રિય થઈ હોય બાઇક ચોરી નાં બનાવો સામે આવી રહ્યા છે ત્યાં ડિઝલ ચોરી કરતી ટોળકી સક્રિય થઈ હોવાનું સામે આવ્યું છે
નેશનલ હાઇવે પર ડિઝલ ચોરી કરતી ટોળકી સક્રિય થઇ હોય
અવારનવાર ગોડાઉન માંથી ડિઝલ ચોરાઈ જતું હોય ખુદ વેપારીએ વોચ ગોઠવી ડિઝલ ચોરોને મધ્યરાત્રીએ ઝડપી લઈ સીટી બી ડિવિઝન પોલીસને હવાલે કર્યા હતા
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી નેશનલ હાઇવે ઉપર પ્લોટ નં.૧૫ સર્વે નં.૧૯૧, ડેકોર સીરામીકની બાજુમા આવેલ ખોડીયાર પેટ્રોલીયમ નામનું ગોડાઉન ધરાવતા ક્રુષીતભાઇ મંગળજીભાઇ સુવાગીયા રહે. શીવમ પાર્ક સોસા. માધવ હોલની બાજુમા,મોરબી-૨ મુળગામ- આકોલવાડી તા.તાલાળા જી.ગીર સોમનાથ વાળાના ગોડાઉનમા છેલ્લા લાંબા સમયથી એલડીઓ(ડીઝલ)ની ચોરી થતી હોવાથી ગોડાઉન માલિક વેપારીએ વોચ ગોઠવી હતી જેમાં ગઈકાલે મોડીરાત્રે ગોડાઉન ચેક કરવા જતા ગોડાઉનની દીવાલ ઠેકી અંદર પ્રવેશેલા શખ્સો ડીઝલના કેરબા ભરતા હોવાનું જણાતા ચોર ચોરની બૂમો પાડી ચોરને પડકારતા આજુબાજુમાંથી લોકો એકત્રિત થઈ ગયા હતા અને ત્રણ શખ્સને પકડી પાડવામાં આવ્યા હતા.
વધુમાં ક્રુષીતભાઇ મંગળજીભાઇ સુવાગીયા અને આજુબાજુના પાડોશીએ પકડી પડેલા લાલજીભાઇ રણછોડભાઇ ધોળકીયા, રહે.લીલાપર રોડ સરકારી આવાસ ત્રણ માળીયા ૧૬ બ્લોક નં.૧૦૩ મોરબી મુળ ગામ નાની બરાર તા.માળીયા મિંયાણા જી.મોરબી, રવિભાઇ જગદિશભાઇ ભીમાણી, રહે.જનકલ્યાણ સોસાયટી જનકલ્યાણ મંદિર પાસે મોરબી અને નિકુલભાઇ દિલિપભાઇ ભીમાણી રહે.માધાપર શેરી નં.૧ વાળો ઝડપાઇ જતા સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરી ઘટના સ્થળેથી સોંપી દેવામાં આવ્યા હતા.
સીટી બી ડિવિઝન પોલીસે ડીઝલ ચોર ત્રિપુટી વિરુદ્ધ આઇપીસી કલમ ૩૮૦, ૪૫૭, ૧૧૪ મુજબ ગુન્હો નોંધી ગોડાઉનમા દીવાલ કુદીને રાત્રીના સમયે અંદર ગેરકાયદેશર પ્રવેશ કરી ઓફીસના ટેબલના ખાનામા રાખેલ 1000 રૂપીયા રોકડા તથા એલ.ડી.ઓ.(ડીઝલ) આશરે લી.75 કિ.રૂ. 6750 સહિત રૂ.7750ની ચોરી કરવા મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
