મોરબી: શ્રી રઘુવંશી સેવા સમિતિ દ્વારા આ સમૂહ લગ્નોત્સવમાં લોહાણા સમાજ ના વડીલો ,આગેવાનો , શ્રેષ્ઠીઓના આશીર્વચન સાથે યોજવામાં આવશે.
સમાજના ખોટા ખર્ચાઓ, દેખા-દેખીથી લગ્નમાં થતા ખર્ચાઓને તિલાંજલિ આપીને સમૂહ લગ્નમાં બહેનો ઓ – દીકરીઓના લગ્ન કરવા જોઈએ. શ્રી રઘુવંશી સેવા સમિતિ દ્વારા સમૂહ લગ્નોત્સવ ખૂબ જ શાનદાર રીતે આયોજન કરવામાં આવશે.
સમિતિ તથા દાતાઓ દ્વારા દીકરીઓને સોના ચાંદીના આભૂષણો તથા કુલ 51 આઈટમથી વધારે વસ્તુઓ કરિયાવારમાં આપવામાં આવશે .
શ્રી રઘુવંશી સેવા સમિતિના સભ્યો ભરતભાઈ રાચ્છ, નીલેશભાઈ રાજા, નીલેશભાઈ ખખ્ખર, વિરલભાઈ બુદ્ધદેવ, પરેશભાઈ કાનાબાર, અમિતભાઈ ગણાત્રા, હિતેશભાઈ સચદેવ, જીતુભાઈ પૂજારા, આનંદભાઈ સેતા, જીનેશભાઈ કાનાબાર , જતીનભાઈ કારીયા, નૈમિષભાઈ પંડિત, પ્રતિકભાઈ હાલાણી , ભાવિનભાઈ ઘેલાણી, નિખિલભાઈ છગાણી, સાગરભાઈ જોબનપુત્રા, જીગ્નેશભાઈ પોપટ, નેહલભાઈ કોટક, અમિતભાઈ પંડિત, તેજસભાઇ બારા તથા અન્ય સભ્યો દ્વારા આ સમૂહ લગ્નોત્સવનું આયોજન ખૂબ જ સારું થાય એવા પ્રયત્નો અને મહેનત કરી રહ્યા છીએ .
આ આયોજનને સ્વીકારવા બદલ તમામ જ્ઞાતિ જનોનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ.
નોંધ:- 1. આ આયોજન ફક્ત રઘુવંશી સમાજ માટે છે.
2. વહેલા તે પહેલાના ધોરણે 11 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવશે.
વધુ માહિતી માટે, રઘુવંશી સેવા સમિતિ(મોરબી) ઓફીસ:- ખોડિયાર ટ્રેડ સેન્ટર , પેહલો માળ, નવા ડેલા રોડ, મોરબી..
ફોર્મ અને સંપર્ક માટે:- પરેશભાઈ કાનાબાર:- ૯૩૭૬૦૪૯૯૯૯,
મોરબી; રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા, શિક્ષા કે હિત મેં શિક્ષક,શિક્ષક કે હિત મેં સમાજના ધ્યેય સુત્ર સાથે કાર્યરત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તાઓ હંમેશા રાષ્ટ્ર પ્રથમની ભાવનાથી કાર્ય કરીને હમારા વિદ્યાલય હમારા સ્વાભિમાન, હમારા વિદ્યાલય, હમારા તીર્થની પરિકલ્પનાને સાર્થક કરી રહ્યા છે,
સાથે સાથે શિક્ષકોના વહીવટી પ્રશ્નો જેવા...
મોરબી મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા શહેરના સર્વાગી અને સુવ્યવસ્થિત વિકાસ, બાંધકામોની કાયદેસરતા તેમજ નાગરિકોની સુરક્ષા ને પ્રાધાન્ય આપીને વિવિધ મહત્વપૂર્ણ કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી છે. શહેરના આરોગ્ય સંકુલને વધુ સુરક્ષિત તથા નિયમસર બનાવવા હેતુસર મહાનગરપાલિકા વિસ્તારની કુલ ૧૩૧ હોસ્પિટલો ની SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) અનુરૂપ સુવિધાઓ,...
મોરબી: અનુસૂચિત જાતિ, મૂળનિવાસી સંઘ-મોરબી દ્વારા મહામાનવ ડૉ. બાબાસાહેબ આંબેડકરના 69મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે મોરબી શહેરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ 6 ડિસેમ્બર 2025, શનિવારે સાંજના 6:30 વાગ્યે શરૂ થશે. કાર્યક્રમની શરૂઆત નહેરુ ગેટ ચોક પરથી થશે, જ્યાં પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. ત્યારબાદ મોન કેન્ડલ માર્ચ...