સરકારી મેડિકલ કોલેજ રદ્દ થવા મુદ્દે વિરોધ નાં સુરો સંભળાતા ભાજપ આગેવાનો આરોગ્યમંત્રી સાથે મુલાકાત કરશે
મોરબી : મોરબી જિલ્લાની સરકારી મેડિકલ કોલેજ રદ્દ કરી દેવામાં આવતા અને તાપી નેં ફાળવી દેવાતા હવે ધીમે ધીમે વિરોધ નાં સુર સંભળાતા સત્તાધારી નેતાઓ હવે આ બાબતે ગાંધીનગર જઈ આરોગ્યમંત્રી ને રૂબરૂ રજૂઆત કરશે
મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડીના જણાવ્યા મુજબ મોરબી જીલ્લાને મળેલ સરકારી મેડીકલ કોલેજનું કોઈ ખાનગી રાહે સંચાલન કરવા માટે ગુજરાત સરકારએ વિચારણા કરેલ હતી. તે અંગે મોરબી જીલ્લાને મળેલી સવલત જળવાઈ રહે તે માટે ખોખરા હનુમાનજી ધામ ખાતે ચાલતી રામ કથામાં હાજરી આપવા આવેલ ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને મોરબી જીલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં જીલ્લાના આગેવાનો તેમજ જીલ્લાના સાંસદસભ્યો અને ધારાસભ્યોએ સરકારના આ નિર્ણય ઉપર ફેર વિચારણા કરવા માટે રૂબરૂ રજુઆત કરેલ હતી.
વધુમાં આવતીકાલે તારીખ ૧૩-૦૪–૨૦૨૨, બુધવારના રોજ ગુજરાત રાજયના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર મુકામે જીલ્લા ભાજપના આગેવાનો, સાંસદો, ધારાસભ્યો તથા ઈન્ડીયન મેડીકલ એસોશીએશનના આગેવાનો સાથે આ મેડીકલ કોલેજનું સરકાર જ સંચાલન કરે તે અંગે બેઠક રાખેલ છે. આ બેઠકમાં મોરબી જીલ્લાની જનતાને મળેલી સવલત જનતાની લાગણીને ધ્યાનમાં રાખી જનતા તરફી નિર્ણય લેવાય તે અંગે હકારાત્મક નિર્ણય કરવા માટે મોરબી જીલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, સાંસદ, ધારાસભ્યો કટીબધ્ધ હોવાનું જણાવી મોરબીની જનતાએ નોંધ લેવા જણાવ્યું છે.
