સલામત સવારી એસટી અમારી બંધ પડેતો ધક્કા મારવાની જવાબદારી તમારી !
મેઇન્ટેનન્સની મોટી મોટી વાતો વચ્ચે ફરી એકવાર એસટીની પોલ ખુલી
ગત રોજ મોરબીથી ઘાટીલા તરફ જતી એસટી બસ અચાનક બંધ પડી ગઈ હતી ડેપો બસ સ્ટેન્ડ મેનેજરના ઢીલી નીતિની કારણે હમેશા સરકારી બસની સેવા અસુવિધા નજરે પડી રહી છે.
મોરબી જીલ્લા ના મોરબી બસ સ્ટેન્ડ ડેપો ની સરકારી બસ બે કી.મી અંતર કાપ્યા પહેલાં જ કફોડી હાલત મા બંધ પડી જતી હોય છે આવીજ એક ઘટના મોરબી થી ઘાટીલા જતી બસ બંધ પડી ગઈ હતી ત્યાર બાદ મુસાફરોને જાતે ધક્કા મારી બસ ચાલુ કરવાની ફરજ પડી હતી આમ જુઓ તો આ ઘટના કોઈ નવી નથી અનેક વખત આવી ઘટના બનતી જ હોઈ છે હવે તે જોવું રહ્યું કે આવી ઘટના ક્યારે અટકે છે અને ખરા અર્થમાં સલામત સવારી એસટી અમારી બનશે