ટંકારા તાલુકાના હડમતિયા ” ગામના હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર” ના MPHW ઈસ્માઈલભાઈ કડીવાર છેલ્લા સાડા ત્રણ વર્ષથી નાત-જાતના ભેદ વિના કોરોના કાળમાં મુસ્લિમ બિરાદરે રેપીડ ટેસ્ટ અને મચ્છરથી થતા રોગો વિશે અનેક જાણકારીઓ આપી છે, પછી તે આયુષ્યમાન ભારત કાર્ડ વિશે ગ્રામજનોને તેમજ અન્યોને પણ માહિતગાર કર્યા છે. ટી.બી. ના દર્દીઓના ઘેર અને આજુબાજુના કારખાના વિસ્તારોમાં શ્રમિકોને જઈને દવાઓ અને રાશનકીટ પહોંચાડી છે. ડેન્ગ્યુ વિશે પણ જાણકારી આપી છે.
વાડી વિસ્તારમાં ખેડુતોના ખેતરે શ્રમિકોની મુલાકાતો અને જરુર પડ્યે ફોન કરવા પણ જણાવેલ છે. આવા માનવતાના મસિહા બની હડમતિયા ગામના હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર” માં નોકરી કરી ચુકેલા હોવાથી બદલી થતાં આરોગ્યનો સ્ટાફ CHO તઝમીનબેન ગઢવાળા, FHW જુવેરીયાબેન ખોરજીયા તથા હડમતિયા હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરના સંજીવની સમિતિના સદસ્ય રમેશભાઈ ખાખરીયા ભાવવિભોર બની ગયા હતા
મોરબી જીલ્લામાં દેશી દારૂનું દુષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે જેની ઝપેટમાં અનેક પરિવારો બરબાદ થઇ રહ્યા છે ત્યારે મોરબી તાલુકાના કાલીકાનગર ગામની સીમમાં વનરાવન હનુમાનજી મંદિર પાસે આવેલ પાણીના વોંકળામાંથી દેશી દારૂની ચાર ભઠ્ઠી ઝડપી પાડી કુલ કિં રૂ.૭૬,૪૦૦ નો મુદામાલ તાલુકા પોલીસે કબ્જે કર્યો છે તેમજ...
હળવદમાં રહેતા યુવકની પત્ની તથા એક શખ્સ વોટ્સએપ મેસેજમા વાતચીત કરતા હોય જેથી યુવકે એ શખ્સને વાતચીત નહી કરવા કહેલ હોય જેથી એ શખ્સનું ઉપરાણું લઈ આરોપીઓ યુવક સહિત ત્રણ વ્યકિતને ધોકા વડે મારમાર્યો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ શહેરમાં જી.આઇ.ડી.સી. બાલાજી કારખાના પાછળ...