હળવદ : મોરબી જીલ્લાના હળવદ તાલુકાના વિવિધ પ્રજાકીય પ્રતિનિધિઓના પ્રશ્નો અને ફરિયાદોના નિવારણ માટે પ્રભારીમંત્રી દેવાભાઇ માલમના અધ્યક્ષસ્થાને બુધવારે હળવદ એપીએમસી ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. હળવદ તાલુકાના પંચાયતના પ્રતિનિધિઓ, સરપંચો તેમજ નગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રશ્નો અંગે અધિકારીઓ સાથે વિશદ્દ ચર્ચા હાથ ધરીને અધિકારીઓને પ્રશ્નોનું તાત્કાલીક નિવારણ લાવવા પ્રભારીમંત્રી દેવાભાઇ માલમ દ્વારા સુચનાઓ આપવામાં આવી હતી.
પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં સમયસર મળી રહે તે માટે આગોતરા આયોજન સાથે જિલ્લા પ્રભારીમંત્રી દેવાભાઇ માલમે સંબંધિત વિભાગોના વડાઓને ઉનાળાની સીઝનમાં નાગરિકોને પીવાના પાણીની સમસ્યાઓ ઊભી ન થાય તેમજ પાણીની વિતરણ વ્યવસ્થા યોગ્ય રીતે જળવાઇ રહે તે માટે તમામ વિભાગો સંકલનમાં રહીને કામગીરી કરે તે માટે યોગ્ય સુચનો કર્યા હતા. આ સાથે જ હળવદ તાલુકા તેમજ નગરપાલિકા વિસ્તારના રોડ, રસ્તા, લાઇટ, ખેતીવાડી વીજ કનેક્શન, પાણી, પશુ દવાખાના, સિંચાઇના પાણી સહિત પ્રજાને નાના મોટા કનડતા પ્રશ્નોને લઈને પદાધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રશ્નો અંગે પ્રભારીમંત્રી દેવાભાઇ માલમે યોગ્ય સુચનો અને ચર્ચા કરી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરા, હળવદ મતવિસ્તારના ધારાસભ્ય પરષોત્તમભાઇ સાબરીયા, હળવદ એપીએમસીના ચેરમેન રણછોડભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, મહામંત્રી રણછોડભાઇ દલવાડી, જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે ભગદેવ, જિલ્લા પોલીસ વડા (ઈ.) અતુલ બંસલ, કાર્યપાલક ઇજનેર એ.એન. ચૌધરી, જિલ્લા પુરવઠા અધિકારી દેવાંગ રાઠોડ, હળવદ પ્રાંત અધિકારી એમ.એ. ઝાલા સહિત પીજીવીસીએલ, સિંચાઇ, પાણી પુરવઠા વિભાગના સંબંધિત અધિકારીઓએ આ બેઠકમાં ઉપસ્થિત રહી ચર્ચા વિચારણા કરી હતી.
મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ફેફસાંના નિષ્ણાત ડૉકટરની નિમણૂક તથા છાતી-ક્ષયરોગ (ચેસ્ટ ટીબી) ઓપીડીમા છેલ્લા ઘણા સમયથી ડૉકટર નિયમિત હાજર રહેતા ન હોય જે બાબતે સીલીકોસીસ પીડીત સંઘ મોરબી દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલના અધિક્ષકને લેખિત રજુઆત કરી યોગ્ય કરવા માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં સીલિકોસીસ જેવી ગંભીર...
મોરબી મહાનગરપાલિકા જાહેર જનતાને જાણ કરે છે કે શહેરની સુંદરતા, નિયંત્રિત વિકાસ અને કાયદેસર જાહેરખબર પ્રણાલી માટે મહાનગરપાલિકા ધ્વારા ખાનગી માલિકીની જમીન અથવા મકાન પર હોડીંગ બોર્ડ લગાવવાની પ્રક્રિયા અમલમાં મુકવામાં આવી છે.
મહત્વપૂર્ણ સૂચનાઓ:
1. હોર્ડીંગ લગાવવા ઈચ્છતા અરજદારોએ માલિકીના દસ્તાવેજો, સ્થળની વિગતો તથા નિયત ફી સાથે અરજી એસ્ટેટ શાખા,...
ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશન અંગે રાખવામાં આવેલ સરપ્રાઇઝ કોમ્બીંગ દરમ્યાન ટંકારા પોલીસ દ્વારા પ્રોહીબીશનના કુલ-૧૫ કેસો શોધી દેશી દારૂ લી-૧૦૯ કુલ કિ.રૂ.૨૧,૮૦૦/-નો મુદામાલ ઝડપી પાડી ૧૩ ઈસમો વિરૂદ્ધ પ્રોહીબીશન ધારાતળે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશનના વધુને વધુ કેસો શોધી કાઢવા અંગે સરપ્રાઇઝ...