Thursday, May 15, 2025

હળવદ ધ્રાંગધ્રા હાઈવે રોડ પર ડીવાઈડર સાથે બાઈક અથડાતાં યુવકનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ ધ્રાંગધ્રા હાઈવે ઉપર શક્તિનગર મુરલીધર હોટલ સામે રોડ ઉપર ડીવાઈડર સાથે બાઈક અથડાતાં મોટરસાયકલ પર પાછળ બેઠેલ યુવક નિચે પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા યુવાનનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈએ આરોપી બાઈક ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ આરોપી રીપેશ કાંતીભાઇ ડુંભીલ મુળ રહે-કુકરડા તા-નસવાડી જી-છોટાઉદેપુર હાલ રહે-જયંતીભાઇ કાનાભાઇ દલવાડીની વાડીએ હળવદ વાળાએ પોતાના હવાલાવાળુ મોટરસાયકલ રજીસ્ટર નં- GJ-34-L-7196 વાળુપુર ઝડપે અને બેફીકરાઇપૂર્વક મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે બેદરકારીપુર્વક ચલાવતા રોડના ડીવાડર સાથે ભટકકાડતા મોટરસાયકલ પાછળ શીટમા બેસેલ ખીમરાજ પુનાભાઇ ડુંભીલ ઉ.વ.૩૦ વાળા પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ કાંતીભાઇ પુનાભાઇ ડુંભીલ ઉ.વ-૪૦ મુળ રહે છોટાઉદેપુર હાલ રહે-જયંતીભાઇ કાનાભાઇ દલવાડીની વાડીએ હળવદ વાળાએ આરોપી બાઈક ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ ૨૭૯,૩૦૪,(અ) તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪, મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર