હળવદ માં ગેરકાયદેસર બાંધકામો દુર કરવામાં આવે નહિંતર હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવશે
હળવદમાં વર્ષોથી ગેરકાયદેસર નવા કોમ્પલેક્ષ, શોપિંગસેન્ટરો, સહિત બિલ્ડિંગના બાંધકામ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવી બાંધકામ વિભાગના નિયમોનો ઉલારિયો કરતા હોય છે જેનો કિસ્સો હળવદ ના મેઈન રોડ પર આવેલ ઢવાણીયા દાદાના મદીર પાસે આવેલ કોમ્પલેક્ષના કોઈ રેકોર્ડ નગરપાલીકા પાસે નથી પણ તેમ છતા પાલિકા દ્વારા કોઈજ કાર્યવાહી કરવામાં આવેલ નથી.
હળવદ પંથકમાં ગેરકાયદેસર બાંધકામ નો રાફડો ફાટી નીકળ્યો છે જેની સામે જાગૃત નાગરિક અરજી કરે તેની સામે તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી અને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર રોમ આવી રહ્યો હોય તેમ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે
હળવદના જાગૃત નાગરિક ઈશ્વરભાઈ પરમાર દ્વારા ૩૦/૧૨/૨૦૨૧ નાં રોજ હળવદ નગરપાલિકા મા આર ટી આઈ માગવામાં આવેલ હતી જે અન્વયે ચીફ ઓફિસરે જણાવ્યું હતુ કે આ મામલે તમારે સ્પષ્ટતા કરવી પડશે ત્યારબાદ અરજદારે તા ૨/૨/૨૦૨૨ ના રોજ સ્પષ્ટતા કરી હતી છતા પાલિકા દ્વારા કોઇ જવાબ ન મળતાં પ્રાદેશિક કચેરી વર્ગ ૧ રાજકોટમાં પ્રથમ અપીલ દાખલ કરતા અરજદાર ને અને ચીફ ઓફિસરને સુનાવણી માટે તા૧૫/૩/૨૦૨૨ના રોજ અરજદાર અને ચિફ ઓફીસર સાહેબ હળવદ નગરપાલિકા ને રુબરુ બોલાવ્યા અને ૧૫ દિવસ માં માહિતી આપવા હુકમ કર્યો હતો જે હુકમ અન્વયે પાલીકા એ જવાબ આપતા તા૧૩/૪/૨૦૨૨ ના પત્ર થી અરજદાર ને કહ્યું કે આવું કોમ્પલેક્ષ અમારા રેકોર્ડ માં નથી આથી અરજદારે ૨૦/૪/૨૦૨૨ નાં રોજ કલેક્ટર, મામલતદાર,જિલ્લા સેવા સદન, રાજકોટ પ્રાદેશીક કમીશ્નર ને હળવદ નગરપાલીકા તમામ જગ્યાએ અરજી કરી ગેરકાયદેસર બાંધકામો પર કાર્યવાહી કરી દબાણ દૂર કરવા માગ કરી હતી અને જો કાર્યવાહી કરવામાં નહિ આવે તો હાઇકોર્ટ માં પિટિશન દાખલ કરવામાં આવશે તેમ જણાવ્યું છે.
રવિ પરીખ હળવદ