Tuesday, August 19, 2025

હળવદ શહેરના વોર્ડ નં-6માં આવતું પીવાનું પાણી ફીણવાળું: મહિલાઓ દ્વારા વારંવાર રજૂઆત છતાં તંત્ર ઘોર નિંદ્રામાં

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ શહેરના વોર્ડ નંબર-6માં પ્રમુખ સ્વામીનગરમાં આવતા પીવાના પાણીથી લોકો પરેશાન થઈ ગયા છે. કારણ કે, તેમને મળતુ પીવાનું પાણી દુર્ગંધ મારતુ અને ફીણવાળું મળે છે. જેથી ત્યાંના સ્થાનિક રહીશો રોગચાળો ફેલાયો હોવાની ફરિયાદ કરી રહ્યાં છે. જોકે આ અંગે મહિલાઓ દ્વારા નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરી છે. પરંતુ નિંદ્રાધિન તંત્ર રજૂઆત ન સાંભળતું હોય તેવા સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે.

મળતી માહિતી અનુસાર હળવદ શહેરના વોર્ડ નંબર-6માં આવેલા પ્રમુખ સ્વામીનગરના રહીશો પીવાના પાણીથી પરેશાન થઈ ગયા છે. કારણ કે, તેમને મળતુ પીવાનું પાણી પીવાલાયક નથી. પીવાના પાણીની લાઈનમાં આવતું પાણી ફીણવાળુ અને ગટરનું ગંદુ પાણી મળી રહ્યું છે. આ સમસ્યા એક-બે દિવસની નથી. પરંતુ છેલ્લા એક મહિનાથી આ લોકોને ફીણવાળુ અને ગટરનું પાણી પીવાની લાઈનમાં મળી રહ્યું છે. અને જેને કારણે ઘરોમાં રોગચાળો પણ ફેલાયો હોવાની સ્થાનિકો ફરિયાદ કરી રહ્યાં છે. તો સાથે જ ગંદા પાણીને લઈને મહિલાઓ દ્વારા નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવામાં આવી છે. પરંતુ નિંદ્રાધિન તંત્ર સાંભળતુ ન હોવાના મહિલાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. અને જવાબદાર તંત્રના અધિકારીઓ એકબીજાને ખો આપી રહ્યાં હોવાના કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાના આરોપ લગાવ્યા છે. જેથી વોર્ડ નંબર-6 પ્રમુખ સ્વામીનગરના રહીશોએ નગરપાલિકાને પાંચ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. અને જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર