હળવદ: હળવદ તાલુકામાં દેશીદારૂના વેપલા સામે પોલીસનું નિયંત્રણ ઘટ્યું હોય તેમ લાગી રહ્યું છે. આજે હળવદ મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં જોગડના ગ્રામજનો સાથે મહિલા સરપંચ સહિતના લોકોએ હાજર રહી આવેદનપત્ર આપ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યું હતું કે જોગડ(રામેશ્વર)માં દેશીદારૂના અડ્ડાઓ મોટાપાયે ધમધમી રહ્યાં છે. અને બજારમાં દેશીદારૂના બુટલેગરો બેફામ વાણી વિલાસ કરી મહિલાઓને હેરાન પરેશાન કરી રહ્યાં છે. સાથે હપ્તાખોરી અને હુમલા કરવાના બનાવો પણ સામે આવી રહ્યાં છે. જેથી કરીને આવા તત્વો સામે કાયદાકીય પગલા લેવા આજે મામલતદાર કચેરીમાં મુખ્યમંત્રી, ગૃહમંત્રી, એસપી, હળવદ પોલીસ અને ધારાસભ્યને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. વધુમાં જણાવ્યું છે કે, પોલીસ મથકે ઘણી રજૂઆત અને ફોન કરવા છતાં પણ ધ્યાને લીધેલ નથી. દારૂ પી તોફાન કરવા અને ગ્રામજનોને હેરાન કરવા સાથે સાર્વજનિક જગ્યા પર દારૂનું વેચાણ અને નુકસાન કરવું સહિતની પ્રવૃતિઓ બુટલેગરો દ્વારા કરવામાં આવે છે. જેથી કરીને આવા બુટલેગરો સામે કાયદાકીય પગલા લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. અને આ રજૂઆત સાંભળવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી પણ આપી છે.
પોલીસને 13-7ના રજૂઆત કરી હતી પરંતુ હજુ સુધી એકપણ રેડ નહીં: પંચાયત સદસ્ય
હળવદ પોલીસને તારીખ 13-7ના રોજ લેટરપેડ રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી એકપણ રેડ કરવામાં આવી નથી. પોલીસ પણ બુટલેગરોને સપોટ કરતી હોય તેવું અમને લાગી રહ્યું છે. એવો સણસણતો આરોપ રામેશ્વર ગામના પંચાયત સદસ્ય મનસુખ હરજીભાઈ મુલાડીયાએ લગાવ્યો હતો.
આજે Fit India Movement કાર્યક્રમ અંતર્ગત પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, અશોક કુમાર (I.P.S)ની સુચના મુજબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક, એસ.એચ.સારડા નાઓના માર્ગદર્શન તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક, મોરબી, વી.બી.દલવાડી નાઓની આગેવાની હેઠળ,
Fit India Movement અંતર્ગત મોરબી ખાતે "Sunday On Cycle" થીમ પર સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલ....
મોરબીના મકનસર ગામે કોઈ કારણસર દવા પી જતા સારવાર દરમ્યાન આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા સુરેશભાઈ હીરાભાઈ ફાલેર (ઉ.વ.૫૦) એ કોઈ કારણસર પોતાના ઘરે દવા પી જતા પ્રથમ સારવાર ખાનગી હોસ્પીટલ ખાતે ત્યારબાદ મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર...