હળવદ: હળવદ તાલુકામાં દેશીદારૂના વેપલા સામે પોલીસનું નિયંત્રણ ઘટ્યું હોય તેમ લાગી રહ્યું છે. આજે હળવદ મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં જોગડના ગ્રામજનો સાથે મહિલા સરપંચ સહિતના લોકોએ હાજર રહી આવેદનપત્ર આપ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યું હતું કે જોગડ(રામેશ્વર)માં દેશીદારૂના અડ્ડાઓ મોટાપાયે ધમધમી રહ્યાં છે. અને બજારમાં દેશીદારૂના બુટલેગરો બેફામ વાણી વિલાસ કરી મહિલાઓને હેરાન પરેશાન કરી રહ્યાં છે. સાથે હપ્તાખોરી અને હુમલા કરવાના બનાવો પણ સામે આવી રહ્યાં છે. જેથી કરીને આવા તત્વો સામે કાયદાકીય પગલા લેવા આજે મામલતદાર કચેરીમાં મુખ્યમંત્રી, ગૃહમંત્રી, એસપી, હળવદ પોલીસ અને ધારાસભ્યને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. વધુમાં જણાવ્યું છે કે, પોલીસ મથકે ઘણી રજૂઆત અને ફોન કરવા છતાં પણ ધ્યાને લીધેલ નથી. દારૂ પી તોફાન કરવા અને ગ્રામજનોને હેરાન કરવા સાથે સાર્વજનિક જગ્યા પર દારૂનું વેચાણ અને નુકસાન કરવું સહિતની પ્રવૃતિઓ બુટલેગરો દ્વારા કરવામાં આવે છે. જેથી કરીને આવા બુટલેગરો સામે કાયદાકીય પગલા લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. અને આ રજૂઆત સાંભળવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી પણ આપી છે.
પોલીસને 13-7ના રજૂઆત કરી હતી પરંતુ હજુ સુધી એકપણ રેડ નહીં: પંચાયત સદસ્ય
હળવદ પોલીસને તારીખ 13-7ના રોજ લેટરપેડ રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી એકપણ રેડ કરવામાં આવી નથી. પોલીસ પણ બુટલેગરોને સપોટ કરતી હોય તેવું અમને લાગી રહ્યું છે. એવો સણસણતો આરોપ રામેશ્વર ગામના પંચાયત સદસ્ય મનસુખ હરજીભાઈ મુલાડીયાએ લગાવ્યો હતો.
અમદાવાદ: દેશના અનેક રાજ્યોમાં ભીષણ ગરમીની વચ્ચે જ ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ રહી છે. હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 23 મે 2026 ના રોજ આગળ વધીને અરબી સમુદ્ર, કોમોરિન પ્રદેશ, બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રના મોટાભાગના વિસ્તારોને આવરી ચૂક્યું છે.
આગામી 3-4 દિવસમાં ચોમાસું વધુ આગળ વધવા...
સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામી દ્વારા બ્રહ્મ સમાજ અંગે કરવામાં આવેલી એક વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે સમગ્ર ગુજરાતમાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે. કચ્છના માંડવીમાં આયોજિત ‘વૃંદાવન સેવા અમૃત મહોત્સવ’ દરમિયાન સ્વામીએ મંચ પરથી નિવેદન આપ્યું હતું કે, “જો બ્રહ્મ સમાજ તમારી પાસે ભીખ માંગતો હોય તો પણ તે બ્રહ્મ સમાજ...
જરાત સરકાર દ્વારા સરકારી ખર્ચમાં ઘટાડો કરવા અને ઇંધણની બચત માટે એક મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડીને ૧૧ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ, સામાન્ય વહીવટ વિભાગે તમામ સરકારી કચેરીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે.
પરિપત્રની મુખ્ય...