હળવદમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા
હળવદ: હળવદ ટાઉન ખાતે વોરાવાડમા ખુલ્લી શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ હળવદ ટાઉન ખાતે વોરાવાડમા ખુલ્લી શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ઇસમો ફયાઝભાઈ યાકુબભાઈ ભટ્ટી ઉ.વ.૨૯ રહે.ખત્રીવાડ મોરબી દરવાજે તા.હળવદ, યુનુસભાઈ ભચુભાઈ સિપાઈ ઉ.વ.૫૨ રહે.મોટું ફળીયું હળવદ તા.હળવદ, જયેશભાઈ ઉર્ફે ટીનો પ્રદિપભાઈ જોષી ઉ.વ.૩૮રહે. હળવદ વોરાવાડ તા.હળવદવાળાને રોકડ રકમ રૂ.૧૦૨૫૦ ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.