**EDS: SCREENSHOT FROM A LIVESTREAM** Mumbai: RBI Governor Shaktikanta Das addresses to announce the central bank's monetary policy decisions, in Mumbai, Friday, Dec. 4, 2020. (PTI Photo)(PTI04-12-2020_000029A)
મધ્યમ વર્ગને RBI નો મોટો ઝાટકો, રેપો રેટમાં 0.4 ટકાનો વધારો કર્યો વધારો
દેશમાં એક તરફ મોંઘવારી સહિતના મુદે જબરો આક્રોશ છે અને સરકાર દ્વારા તેમાં યુક્રેન યુદ્ધ સહિતના કારણો દર્શાવીને બચાવ કરાઈ રહ્યો છે તે વચ્ચે આજે રીઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંતા દાસ મીડ ટર્મ વ્યાજ દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે આરબીઆઈએ રેપો રેટમાં 0.4 ટકાનો વધારો કર્યો છે. આ સાથે જ રેપો રેટ વધીને 4.40 ટકા થઈ ગયો છે. 2 અને 3 મેના રોજ મોનેટરી પોલિસી કમિટીની ઇમરજન્સી બેઠક મળી હતી જેમાં વ્યાજ દરમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ કેશ રિઝર્વ રેશિયોમાં પણ 0.5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. કેશ રિઝર્વ રેશિયો વધીને 4.50 ટકા થયો.
આરબીઆઈ દ્વારા વ્યાજ દરમાં વધારો કરવાની સીધી અસર લોન લેનારા ગ્રાહકો પર પડશે. સામાન્ય રીતે બેંકો રેપો રેટ પર આરબીઆઈ પાસેથી નાણાં મેળવતી હોય છે. આ કારણે રેપો રેટમાં વધારો થવાથી બેંકોનો નાણાં મેળવવાનો ખર્ચ વધી જશે. આ ખર્ચ વધારાની અસર બેંકો ગ્રાહકો પર નાંખતી હોય છે અને લોનના વ્યાજ દરમાં વધારો કરે છે. રેપો રેટમાં વધારો થવાથી હવે લોન લેવી મોંઘી થશે.
શેરબજારમાં વેચવાલી વધીઃ RBIના નિર્ણય બાદ શેરબજારમાં વેચવાલી વધી છે. બપોરે 2 વાગ્યા પછી સેન્સેક્સ 950 પોઈન્ટ ઘટીને 56,030 પોઈન્ટ પર સ્થિર થયો હતો. નિફ્ટીની વાત કરીએ તો તે 16,800 પોઈન્ટના સ્તરે છે.જે એક દિવસ અગાઉની સરખામણીએ 250 પોઈન્ટઘટ્યો છે.
વિદ્યાર્થીઓમાં નૈતિકતા અને સંસ્કાર જેવા મૂલ્યોની ખીલવણી થાય એ માટે લખધીરગઢ પ્રાથમિક શાળાએ મોરબી શહેરમાં આયોજિત દાદા ભગવાનની ૧૧૮ મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલા પ્રદર્શન "જોવા જેવી દુનિયા"પ્રદર્શનનો લાભ લઈ આજના વિદ્યાર્થી આવતીકાલના ઉત્તમ નાગરિક બને એ માટનો સરાહનીય પ્રયાસ કર્યો.
આ પ્રદર્શનનો હેતુ વિદ્યાર્થીઓ અને સમાજમાં નૈતિકતા, સંસ્કાર તથા માનવીય...
બાળકોનાં ઉજ્જવલ ભવિષ્યને ધ્યાનમાં લઈ નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા ધોરણ 11 અને 12 કોમર્સના વિધાર્થીઓ માટે “ધોરણ 12 પછી શું?” એ વિષય પર કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના Dr ધવલ વ્યાસ સર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા. જેમણે ધોરણ 12 પછીના વિવિધ કારકિર્દી વિકલ્પો અંગે...