૪૦૦ મીટર દોડ સ્પર્ધામાં દ્વિતીય સ્થાને વિજેતા બનતા લોક વિજ્ઞાન કેન્દ્રના સહાયક
“ખેલ મહાકુંભ” અંતર્ગત જોધપર (નદી) ખાતે ઓપન 400 મીટર દોડ સ્પર્ધામાં આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીમા વિજ્ઞાન કેન્દ્ર સહાયક તરીકે ફરજ બજાવતા અને ભવિષ્યમા ભારતીય આર્મીમાં જવાનું સ્વપ્ન જોઈ રહેલા નિમાવત સ્મિત અશોકભાઈએ મોરબી જિલ્લાકક્ષા ઓપન કેટેગરીમાં દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરી પોતાની સાથે સાથે સમગ્ર મોરબી જીલ્લાનું પણ નામ રોશન કર્યું હતું
આ સફળતા બદલ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર તેમજ “આર્યભટ્ટ ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીના એલ એમ ભટ્ટ અને દીપેન ભટ્ટ સહિતનાઓએ શુભેચ્છાઓ પાઠવી છે