મોરબી જિલ્લા નાં ટંકારામાં આવેલ મહર્ષિ દયાનંદ સરસ્વતી ની જન્મભૂમિ ખાતે આજ રોજ મહર્ષિ દયાનંદ સરસ્વતી ટ્રસ્ટ દ્વારા દયાનંદ સરસ્વતી સમારક બનાવવા માટે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી નાં વરદ હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે ટંકારા પધારેલા ગુજરાતના રાજ્યપાલ શ્રીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે આગામી વર્ષ 2024 માં દયાન મહર્ષિ દયાનંદ સરસ્વતી ૨૦૦ મી જન્મજયંતી પહેલા જ ટંકારા ખાતે ૧૫ એકર જમીન ઉપર અંદાજે દોઢસો કરોડ ના ખર્ચે આધુનિક ટેકનિકલ નો ઉપયોગ કરીને દેશ અને દુનિયા માટે આકર્ષણનું અને વિચારી ક્રાંતિનું દયાનંદ સરસ્વતી સ્મારક બની રહેશે જેમાં થી આવનારી પેઢીઓ નેં પ્રેરણા મળશે
વધુ માં તેમણે હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જે રીતે ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સાથે લોકો ની જોડી તેમના જીવન ચરિત્ર સાથે માહિતીગાર કર્યા છે તેવી જ રીતે મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક સાથે દેશના આર્ય સમાજના લોકો સહીત તમામને જોડવામાં આવશે અને ટંકારામાં સ્વામી દયાનંદ સરસ્વતી નું ભવ્ય સ્મારક બને તેના માટેની પ્રેરણા તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી મળી હતી જેથી કરી આગામી વર્ષ 2024 માં દયાનંદ સરસ્વતી ની ૨૦૦ મી જન્મજયંતી ઉજવણી પ્રસંગે આ સ્મારક નું ભવ્ય ઉદ્ઘાટન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે કરવામાં આવશે તેવી લાગણી પણ વ્યક્ત કરી હતી
