રાજ્ય સરકાર દ્વારા દરેક છેત્રે પ્રાવધાન્ય આપવામાં આવ્યું છે ત્યારે આજે ટંકારા તાલુકા મહિલા મોરચા દ્વારા વિવિધ ગામોની મુલાકાત કરવામાં આવી હતી

આ કાર્યક્રમમાં ટંકારા તાલુકા મહિલા મોરચા પ્રમુખ ભાવનાબેન કૈલા, મહામંત્રી જયશ્રીબેન સીણોજીયા, મંત્રી હીનાબેન ઢેઢી, મંત્રી કવિતાબેન દવે સહિતના આગેવાનો મુલાકાત સમયે ઉપસ્થિત રહ્યા હતા ગામોની મુલાકાત દરમિયાન સરપંચ, ગામના આગેવાનો અને ભાઈઓ-બહેનોને મળ્યા હતા જ્યાં આશા વર્કર બહેનોને સર્ટીફીકેટ આપી તેમજ ગામની અંદર સરપંચ તરીકે ચૂંટાયેલા બહેનો, સખી મંડળના પ્રમુખ બહેનોને નોટ અને પેન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને આવનારા દિવસોમાં ઘણા બધા ગામોની મુલાકાત કરવામાં આવશે તેવું ટંકારા તાલુકા મહિલા પ્રમુખ ભાવનાબેન કૈલા દ્વારા જણાવવામાં આવ્યું હતું
