Thursday, June 8, 2023

બિગ બોસના ઘરમાં રાખી સાવંતે લગાવ્યો જેસ્મિન ભસીન પર આરોપ

spot_imgspot_imgspot_imgspot_img
spot_img
spot_img

બિગ બોસના ઘરમાં કેપ્ટન્સીના ટાસ્ક દરમ્યાન રાખી સાવંતને ઇજા થઇ છે. એક નવા વીડિયોમાં રાખી અને જેસ્મિન ભસીન વચ્ચે ઝઘડો થતો જોવા મળ્યો, ત્યારબાદ જેસ્મિને રાખીના માથા પર બર્ડ હેડ માસ્ક પૂરી તાકાત સાથે પહેરાવ્યું, જેને કારણે તેને નાકમાં વાગ્યું. વીડિયોમાં રાખી રડતા આરોપ લગાવે છે કે જેસ્મિને તેનું નાક તોડી દીધું.

વીડિયોમાં આ ઘટના પછી જેસ્મિન રાખીને એવું કહેતી જોવા મળી કે, મારી સાથે પંગો ન લેતા, મને છેડતા નહીં. આ બંનેના ઝઘડામાં અલી ગોની પણ કૂદી પડ્યો. જે રાખી પર જોર-જોરથી રાડો પાડતો દેખાયો. બિગબોસ ખબરી મુજબ કેપ્ટન્સી ટાસ્ક આજ માટે કેન્સલ કરી દેવામાં આવ્યો છે. કારણકે રાખીની તબિયત ઠીક લાગી રહી ન હતી, હવે આ ટાસ્ક કાલે ફરીવાર થશે

 

Chakravatnews Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર