માળીયાના જુના ઘાટીલા ગામે નર્મદા કેનાલમાં ડુબી જતાં યુવકનું મોત
માળીયા (મી): માળીયા (મી) તાલુકાના જુના ઘાટીલા ગામે નર્મદા કેનાલમાં કોઈ કારણોસર પડી ડુબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ સંજયભાઇ રામજીભાઇ અંગેચણીયા ઉવ-૩૨ રહે.શક્તી પ્લોટ જુના ઘાટીલા તા.માળીયા મી. વાળા ગત તા.૨૦/૦૨/૨૦૨૩ ના બપોરના સાડા ત્રણેક વાગ્યાના સુમારે જુના ઘાટીલા ગામની સીમમા મંદરકી ના રસ્તેથી પસાર થતી નર્મદા કેનાલમા કોઇ કારણસર પડી જતા ડુબી જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા (મી) પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.