મોરબીમાં કેન્ડલ માર્ચ યોજાઈ મુંબઈ આઈઆઈટી છાત્રના અપમૃત્યુ કેસની ન્યાયિક તપાસની માગણી કરવામાં આવી
મોરબીના નગર દરવાજા ચોકથી ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નગરપાલિકા સુધી ગઈકાલે મોડી સાંજે કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી અને મુંબઈના છાત્રના અપમૃત્યુ કેસની ન્યાયિક તપાસની માંગ કરાઈ હતી. જેમાં મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ ભાવનીક મૂછડિયા, દીપકભાઈ પરમાર અશ્વિનભાઈ પરમાર સહિત જિલ્લાના તમામ આગેવાનો અને સમાજના લોકોએ કેન્ડેલ માર્ચમાં હજાર રહી આ ઘટના વખોડી કાઢી હતી અને દર્શન સોલંકીના પરિવારને ન્યાય મળે તેવી માંગ કરી હતી.