મોરબીના ટુ વ્હીલર માટે GJ36 AE અને ફોર વ્હિલ માટે GJ36 AF સીરીઝ માટેના ફક્ત ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રિયા તા.૦૮/૦૬/૨૦૨૨ થી શરૂ થનાર છે.
અરજદારhttp://www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા.૧૧/૦૬/૨૦૨૨ થી તા.૧૨/૦૬/૨૦૨૨ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે તથા તા.૧૩/૦૬/૨૦૨૨ નારોજ ઓક્શનનું પરિણામ http://www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. મોટર વાહનના ઈ-ફોર્મ ઓક્શનના પરિણામ જાહેર થયેથી દિવસ ૫ (પાંચ) માં એઆરટીઓ કચેરી મોરબી ખાતે રજૂ કરવાના રહેશે.પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.
મોરબી તાલુકાના ફાટસર ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબી તાલુકાના ફાટસર ગામે રહેતા મુન્નાભાઈ કેગુભાઇ ગાવડ (ઉ.વ.૪૦) નામના યુવકે કોઈ કારણસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતા યુવકનું મોત નિપજ્યું હતું આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ...
મોરબીના વીશીપરામિ રહેતો યુવક ગુમ થયેલ હોય ત્યારબાદ તેની શોધખોળ હાથ ધરતા મચ્છુ નદીના પાણીમાંથી ડૂબી ગયેલ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.
મળતી માહિતી મુજબ સંજયભાઇ મેઘજીભાઇ ઉધરેજા (ઉ.વ.૩૫) રહે. વીશીપરા રમેશ કોટન મીલની અંદર મોરબીવાળો યુવક ગુમ થયેલ હોય જેથી તેની શોધખોળ કરતા યુવકની મચ્છુ નદીના પાણીમા ડુબી...
હળવદમાં રહેતા અને નોકરી કરતી મહિલા પાસેથી એક શખ્સે ઉછીના પૈસા લઈ પરત દેવા માટે હળવદ મોરબી ચોકડી પાસે બોલાવી મહિલાને પૈસા પછા નહીં આપી ચાર શખ્સોએ જાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબી હળવદ રોડ ઉપર...