Sunday, May 19, 2024

“આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા “માતૃભાષા દિવસ” તથા “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 23″ની ઉજવણીનાં ભાગરૂપે ડ્રોઈંગ સ્પર્ધા યોજાઇ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર, મોરબી દ્વારાં “માતૃભાષા દિવસ ” તથા “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ-23” ની ઉજવણીનાં ભાગરૂપે “શ્રી એલ.એન. મહેતા ગર્લ્સ & શ્રી વી. એમ. મહેતા સ્કૂલ હળવદ” ખાતે “ડ્રોઈંગ સ્પર્ધા, બાંધણીની બનાવટ તથા રોકેટ સાયન્સ બાબતે માહિતી આપવામા આવી હતી.

“રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ-23” તથા “વિશ્વ માતૃભાષા દિવસ”નાં અનુસંધાને “ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર” દ્રારા સંચાલિત “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્રારા “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ-23” મુખ્ય વિષય “વૈશ્વિક સુખાકારી માટે વૈશ્વિક વિજ્ઞાન” ની ઉજવણી કરી રહ્યુ છે જેમાં “શ્રી એલ એન મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ & શ્રી વી. એમ. મહેતા સ્કૂલ હળવદ” ખાતે “વૈશ્વિક સુખાકારી માટે વૈશ્વિક વિજ્ઞાન” ડ્રોઈંગ સ્પર્ધા “વૈશ્વિક સુખાકારી માટે વૈશ્વિક વિજ્ઞાન” “ડ્રોઈંગ સ્પર્ધા” “રોકેટ સાયન્સ” જેમાં વિદ્યાર્થિનીઓ દ્વારા આપવામાં આવેલા મટીરીયલમાંથી જાતે રોકેટ બનાવી રોકેટ સાયન્સની વિસ્તૃત જાણકારી “આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીના કો ઓર્ડીનેટર દિપેનભાઈ ભટ્ટ દ્વારા આપવામાં આવી હતી તેમજ આપણા દેશના વડાપ્રધાન દ્રારા દેશમાં મહિલાઓમાં છુપાયેલી સુષુપ્ત શક્તિઓ ઉજાગર કરવા માટે “આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા વિદ્યાર્થિનીઓને વિવિધ બાંધણીની ડિઝાઇન કઈ રીતે બનાવવામા આવે છે તેની વિસ્તૃત માહિતી આપી તેમજ વિદ્યાર્થિનીઓને જાતે બનાવવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું .

“આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી વિદ્યાર્થીનીઓ માટે ગોઠવવામાં આવેલી સ્પર્ધામા ભાગ લીધેલા તમામ વિદ્યાર્થીનીઓને પ્રમાણ પત્ર તેમજ સુંદર નિબંધ તેમજ ડ્રોઈંગને એક થી ત્રણ નંબર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમ દરમિયાન “શ્રી એલ એન મહેતા ગલ્સ હાઈસ્કૂલ & શ્રી વી.એમ.મહેતા સ્કૂલ હળવદ”ના પ્રિન્સીપાલ એસ.એસ.ભટ્ટ તેમજ તમામ શાળા સ્ટાફ દ્વારા સહકાર આપવામાં આવ્યો શાળામાં કાર્યક્રમ રાખવા બદલ તમામ ટ્રસ્ટીઓ અને શાળા પરિવારે “આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીનો હધ્યપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર