માળિયા તાલુકા ના રાસંગપર ગામના ખેડૂત શૈલેષભાઈ બાવરવા અને દિપકભાઈ બાવરવા નાં ખેતર ઊપરથી પીજીવીસીએલ ની વિજ લાઇન નિકળતી હોય અકસ્માતે વિજ વાયર માં શોર્ટ સર્કિટ થવા થી આગ લાગતાં ખેતરમાં રહેલો ઊભો પાક બળી ને ખાખ થઈ ગયો હોય અને લાખો રૂપિયા ની નુકશાની થતાં
આ બાબતે પીજીવીસીએલ દફતરે ફરીયાદ કરતાં કોય સંતોષકારક જવાબ ના મળતાં આ બાબતે જિલ્લા પંચાયતના ચેરમેન અને સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન નાં મુખ્યા અજય ભાઈ લોરીયા મળી સઘણી હકીકત જણાવતાં અજય ભાઈ લોરીયા એ પોતાના ટ્રસ્ટ માંથી બન્ને ખેડુતો નેં 25.25 હજાર રૂપિયા ની આર્થિક સહાય કરી ઉમદા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું જેમાં માળિયા તાલુકા નાં પ્રમુખ મણિલાલ સરડવા મહામંત્રી મનિષ કાંજીયા અને ખીરઇ ગામનાં સરપંચ નિલેશભાઈ સંઘાણી તેમજ ભારદ્વાજ ભાઈ રંગપરીયા હાજર રહ્યા હતા
બાળકોનાં ઉજ્જવલ ભવિષ્યને ધ્યાનમાં લઈ નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા ધોરણ 11 અને 12 કોમર્સના વિધાર્થીઓ માટે “ધોરણ 12 પછી શું?” એ વિષય પર કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના Dr ધવલ વ્યાસ સર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા. જેમણે ધોરણ 12 પછીના વિવિધ કારકિર્દી વિકલ્પો અંગે...