સુરત સેસન્સ કોર્ટે ઐતેહાસીક ચુકાદો આપીને ગ્રીષ્મા હત્યા કેસના દોષિત ફેનિલને ફાંસીની સજા ફટકારીને છે અને ગ્રીષ્મના પરિવારને ન્યાય મળ્યો છે. ત્યારે આવો જ બનાવ ગત વર્ષે જેતપુર તાલુકાના જેતલસર ગામ ની દીકરી સાથે પણ બન્યો હતો ત્યારે જેતલસરની દીકરીને પણ ઝડપથી ન્યાય મળે તે માટે પાટીદાર હિત રક્ષા સમિતિ ગુજરાત દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે.
મહત્વનું છે કે ગ્રીસમાં હત્યાકેસમાં થોડા દિવસોની અંદર જ કેસ ચલાવીને કોર્ટ દ્વારા દોષિતોને ફાંસી ની સજા ફટકારાઈ છે ત્યારે પાટીદાર હિત રક્ષા સમિતિ ગુજરાતની રજૂઆત છે કે જેતલસરની દીકરીને પણ ઝડપથી ન્યાય મળે અને દીકરીને ઘરમાં ઘૂસીને ૫૦થી વધુ છરીના ઘા ઝીંકનાર નરાધમને પણ ફાંસીની સજા થાય તેવી માંગ પણ કરવામાં આવી છે
વિદ્યાર્થીઓમાં નૈતિકતા અને સંસ્કાર જેવા મૂલ્યોની ખીલવણી થાય એ માટે લખધીરગઢ પ્રાથમિક શાળાએ મોરબી શહેરમાં આયોજિત દાદા ભગવાનની ૧૧૮ મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલા પ્રદર્શન "જોવા જેવી દુનિયા"પ્રદર્શનનો લાભ લઈ આજના વિદ્યાર્થી આવતીકાલના ઉત્તમ નાગરિક બને એ માટનો સરાહનીય પ્રયાસ કર્યો.
આ પ્રદર્શનનો હેતુ વિદ્યાર્થીઓ અને સમાજમાં નૈતિકતા, સંસ્કાર તથા માનવીય...
બાળકોનાં ઉજ્જવલ ભવિષ્યને ધ્યાનમાં લઈ નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા ધોરણ 11 અને 12 કોમર્સના વિધાર્થીઓ માટે “ધોરણ 12 પછી શું?” એ વિષય પર કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના Dr ધવલ વ્યાસ સર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા. જેમણે ધોરણ 12 પછીના વિવિધ કારકિર્દી વિકલ્પો અંગે...