આજે ટંકારા અને વાંકાનેર તાલુકાના માજી સૈનિકો દ્વારા હોટેલ આર્ય પેલેસ, મીટિંગ રાખવામાં આવેલી જેમાં ટંકારા અને વાંકાનેર તાલુકાનું માજી સૈનિક સંગઠનની સ્થાપના કરવામાં આવી જેનું નામ શ્રી દયાનંદ માજી સૈનિક સંગઠન ટંકારા અને વાંકાનેર તા. રાખવામાં આવ્યું,
જેમાં ઉપસ્થિત ગુજરાત માજી સૈનિક સંગઠનના પ્રમુખ જીતેન્દ્રભાઈ નિમાવત સાહેબ, મહામંત્રી ધીરજભાઈ ઠુંમર સાહેબ, રાજકોટ માજી સૈનિક સંગઠનના ઉપપ્રમુખ ક્રિષ્નસિંહ જાડેજા, તથા મહિલા ઉપ પ્રમુખ અલકાબેન પંડ્યા (એડવોકેટ), અને ધ્રોલ તાલુકાના હરધોળ માજી સૈનિક ના પ્રમુખ ગિરિરાજ સિંહ, હાજરી આપેલ અને ટંકારા અને વાંકાનેર તાલુકાના માજી સૈનિકો ઉપસ્થિત રહેલ, મિટિંગમાં આપણને માજી સૈનિકોના હક અંગે ચર્ચા કરેલ જેમાં આપણા ગુજરાત માજી સૈનિકો ના ૧૪ મુદ્દાઓ છે જે વિશે આપણને પ્રમુખ નિમાવતભાઈ દ્વારા જાણકારી આપેલ અને 6 June 2022 ના રોજ શાહીબાગ, અમદાવાદ માજી સૈનિક અને વીર નારીઓ સન્માન યાત્રાનું આયોજન રાખેલ છે તેના માટે આપણને આમંત્રણ આપેલ અને ખૂબ બહોળી સંખ્યામાં હાજરી આપવા માટે કહેલું છે, અને શ્રી દયાનંદ માજી સૈનિક સંગઠન માં હોદ્દેદારો નિમણૂક કરવા માં આવ્યા, જેમાં પ્રમુખ ચેતનભાઇ એન પટેલ, ઉપપ્રમુખ ખોડાભાઈ ઝાપડા , મહા મંત્રી વનરાજસિંહ, મહામંત્રી મગનભાઈ ભાગ્યા, ખજાનચી અને સલાહકાર મયુરસિંહ ઝાલા, તથા વાંકાનેરના પ્રમુખ ઉપપ્રમુખ મહામંત્રી ની નિમણૂક કરેલ
હળવદ BRC ભવન ખાતે યોજાયેલા જિલ્લા કક્ષા કલા ઉત્સવ–2025 માં નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પોતાની અનોખી પ્રતિભા અને આત્મવિશ્વાસથી સમગ્ર મોરબી જિલ્લાને ગૌરવ અપાવ્યું હતું. ગાયન, વાદન, ચિત્રકલા અને કાવ્યરચના જેવી સ્પર્ધાઓમાં નવયુગના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી Top-3માં સ્થાન મેળવી શાળાની કલાત્મક પરંપરાને નવી ઊંચાઈ આપી હતી.
ખાસ કરીને ભીમાણી પ્રિશા...
મોરબીમાં ગુજરાત રાજ્યની પરંપરાગત સ્વાસ્થ્યપ્રદ વાનગીઓની થીમ સાથે કુકિંગ કોમ્પિટિશન યોજાઈ
પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા મોરબી ખાતે પીએમ પોષણ યોજના અંતર્ગત વિવિધ વાનગીઓ બનાવી સ્પર્ધા યોજાઈ
મોરબી સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા પી.એ.પોષણ મધ્યાહ્નન ભોજન કાર્યરત છે, આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને કેવી રીતે વધુમાં વધુ પોષણયુક્ત વાનગી આપી શકાય?વધુમાં...