મોરબી : નમસ્કાર ગુજરાતના સહયોગથી અને ડો. કલ્પેશ પટેલ આયોજીત સમગ્ર ગુજરાત પાટીદાર રત્ન સન્માન સમારોહ – ૨૦૨૨ નું આયોજન સ્વામીનારાયણ વિદ્યાધામ -હાથીજણ અમદાવાદ ખાતે તા. ૨૧/૦૫/૨૦૨૨ ના રોજ કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્યમાં વિવિધ ક્ષેત્રોમાં પોતાનું આગવું પ્રદાન આપી પોતાની વિશેષ ઓળખ ઉભી કરનાર ૧૪૩ પાટીદાર રત્નોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
શિક્ષણક્ષેત્રે નવીન કાર્ય કરનાર સમગ્ર ગુજરાતમાંથી ૧૯ જેટલા પાટીદાર શિક્ષક ભાઈ બહેનોને પણ આ એવોર્ડ આપવામાં આવ્યા હતાં જેમાં મોરબી જિલ્લામાંથી નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાના ઈનોવેટીવ શિક્ષક અશોકભાઈ કાંજીયાની પસંદગી થતા તેમને સ્વામિનારાયણ વિદ્યાધામ-હાથીજણના સંસ્થાપક શ્રીજી સ્વામી તથા ગૌભક્ત કાલીદાસજીબાપુ-આનંદાશ્રમ દેકાવાળાના હસ્તે પાટીદાર રત્ન એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ મળતા અશોકભાઈ કાંજીયાએ પોતાનું ગામ, શાળા તથા પાટીદાર સમાજનું ગૌરવ વધાર્યું છે જે બદલ તેમને સમગ્ર શાળા પરિવાર તેમજ મોરબી જિલ્લા પાટીદાર પરિવાર વતી અભિનંદન પાઠવવામાં આવ્યાં હતા.
મોરબી તાલુકાના બહાદુરગઢ ગામની સીમમાં મોરબી-માળીયા હાઇવે બહાદુરગઢના બસ સ્ટેન્ડ સામે હુન્ડાઇ ક્રેટા કારમાંથી ઇગ્લીશ દારૂ કિ.રૂ. ૪,૬૮,૦૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ. ૯,૬૮,૦૦૦/- નો મુદ્દામાલ મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન સર્વેલન્સ પોલીસ સ્ટાફને બાતમી મળેલ કે, એક સફેદ કલર...
તારીખ 12 નવેમ્બરના રોજ રાત્રે એક સજ્જન વ્યક્તિ દ્વારા 181 માં ફોન આવેલ કે એક મહિલા મળી આવેલ છે માટે મદદની જરૂર છે.
ત્યારબાદ કેસ આવતા ની સાથે જ તાત્કાલ 181 ટીમ ઘટના સ્થળે પહોંચેલ 181 ટીમના કાઉન્સેલર સેજલ પટેલ કોન્સ્ટેબલ ખ્યાતીબેન પાયલોટ મહેશભાઈ તે મહિલા સુધી પહોંચેલ તે સજ્જન...