મોરબી: રાજ્ય કક્ષાએ બાળ પ્રતિભા શોધ સ્પર્ધા તેમજ પ્રદેશ કક્ષાએ કલા મહાકુંભ સ્પર્ધામાં સાર્થક વિધામંદિરના વિધાર્થીઓનું ઉત્કૃષ્ટ પરિણામ.
તારીખ 19/2/2023 ના રોજ રાજ્ય કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન નવસારી જિલ્લામાં કરવામાં આવેલ હતું જેમાં લોકવાદ્ય સંગીતમાં ધોરણ-7નો વિદ્યાર્થી રાણપરા હરીશ આર. સમગ્ર ગુજરાત રાજ્યમાં દ્વિતીય નંબર મેળવેલ છે.
જ્યારે પ્રદેશ કક્ષાએ કલામહાકુંભમાં રાસ સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક સાર્થક આદ્યશક્તિ ગ્રુપ તથા સમૂહ ગીત સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક સાર્થક સંગીત ગ્રુપ અને સુગમ સંગીત સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક- ત્રિવેદી અનેરી એ.(ધોરણ-6) તથા દુહા- છંદ-ચોપાઈ સ્પર્ધામાં તૃતીય ક્રમાંક-મૂંધવા શુભમ ડી. તેમજ ઓરગન સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક-પાવન ભાઈ રામાનુજ (સાર્થક વિદ્યામંદિરના સંગીત શિક્ષક) મેળવ્યો હતો. આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પરિણામ લાવનાર તમામ વિધાર્થીઓ અને ગુરુજી (શિક્ષક)ને સાર્થક વિદ્યામંદિર તરફથી ખૂબ ખૂબ અભિનંદન.
