મોરબી: ઇડનહીલ, ધુનડા રોડ મોરબી ખાતે ભારત વિકાસ પરિષદ નો શપથ વિધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું. શાખાના પ્રમુખ તરીકે ડોક્ટર જયેશભાઈ પનારા, મંત્રી તરીકે હિંમતભાઈ મારવાણિયા કોષાધ્યક્ષ તરીકે ચિરાગ ભાઈ હોથી તથા મહિલા સયોજિકા તરીકે દર્શના બેન ભટ્ટ તેમજ કારોબારી સદસ્યો એ શપથ લીધા હતા.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વોલ ટાઈલ્સ સીરામીક એસોસિયેશનના ઉપપ્રમુખ તથા લઘુ ઉદ્યોગ ભારતીના મંત્રી સંદીપભાઈ કુંડારીયા તેમજ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતના સંગઠન મંત્રી કરસનભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રીજીયનના સેવા વિભાગના મંત્રી રવિન્દ્રભાઈ ત્રિવેદી , રીજીયનના સંપર્ક વિભાગના મંત્રી જેઠસુરભાઈ ગુજરીયા, સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત અભ્યાસ વર્ગના સંયોજક બકુલભાઈ દુધાગરા તેમજ આરએસએસ મોરબી જિલ્લા કાર્યવાહ મહેશભાઈ બોપલિયા તેમજ વિવિધ ક્ષેત્રના પ્રમુખ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં મંચસ્થ મહેમાનોનું તથા મોરબી શાખાના રીજીયન સેવા વિભાગના મંત્રી તરીકે રવિન્દ્રભાઈ ત્રિવેદી સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત પ્રકલ્પ સહસંયોજક દિલીપભાઈ પરમાર તથા ધ્રુમિલભાઈ આડેસરાનું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું. અને કાર્યક્રમની સંપૂર્ણ શપથવિધિ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતના સંગઠન મંત્રી કરસનભાઈ મહેતા દ્વારા કરવામાં આવેલ.શાબ્દિક સ્વાગતવિધિ દિલીપભાઈ પરમાર દ્વારા તેમજ પ્રવૃત્તિ અહેવાલ ધ્રુમીલભાઇ આડેસરા દ્વારા તેમજ શાખા અહેવાલ ચિરાગભાઈ હોથી દ્વારા અને નવનિયુક્ત પ્રમુખ દ્વારા આગામી કાર્યક્રમોની રૂપરેખા આપવામાં આવેલ. સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન પરેશભાઈ મિયાત્રા દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યક્રમ સંયોજક પંકજભાઈ ફેફર અને તેની સમગ્ર ટીમે ભારે જેહમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે આભાર વિધિ નવનિયુક્ત મંત્રી હિંમતભાઈ મારવાણીયા દ્વારા કરવામાં આવેલ.
ખેતરમાં 'રોટાવિટર મશીન' માં 13 વર્ષ ના બાળક નો પગ ફસાઈ જતા કચડાઈ ગયો હતો. પગના ઘણા સ્નાયુ કચડાઈ ગયા હતા અને ઘણા બધા ફ્રેક્ચર પણ થયા હતા. આવી સ્થિતિમાં ઘણી વાર પગ કાપવાની જરૂર પડતી હોય છે. આયુષ હોસ્પિટલમાં વધુ સારવાર માટે દર્દીને લાવવામાં આવ્યું હતું.
આયુષ હોસ્પિટલમાં પ્લાસ્ટીક...
મોરબી જીલ્લામાં દેશી દારૂનું દુષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે જેની ઝપેટમાં અનેક પરિવારો બરબાદ થઇ રહ્યા છે ત્યારે મોરબી તાલુકાના કાલીકાનગર ગામની સીમમાં વનરાવન હનુમાનજી મંદિર પાસે આવેલ પાણીના વોંકળામાંથી દેશી દારૂની ચાર ભઠ્ઠી ઝડપી પાડી કુલ કિં રૂ.૭૬,૪૦૦ નો મુદામાલ તાલુકા પોલીસે કબ્જે કર્યો છે તેમજ...
હળવદમાં રહેતા યુવકની પત્ની તથા એક શખ્સ વોટ્સએપ મેસેજમા વાતચીત કરતા હોય જેથી યુવકે એ શખ્સને વાતચીત નહી કરવા કહેલ હોય જેથી એ શખ્સનું ઉપરાણું લઈ આરોપીઓ યુવક સહિત ત્રણ વ્યકિતને ધોકા વડે મારમાર્યો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ શહેરમાં જી.આઇ.ડી.સી. બાલાજી કારખાના પાછળ...