મોરબીના ઘુંટુ ગામ નજીક કારખાનામાં શેડ ઉપરથી પટકાતા એક વ્યક્તિનું મૃત્યુ
મોરબીના ઘુંટુ ગામ નજીક આવેલ લેક્સસ સિરામીક કારખાનામાં શેડ ઉપર કામ કરતી વેળાએ નરેશભાઈ અમરશીભાઈ વિરપડીયા ઉ.45 રહે. ઘુંટુ, નામના પુરુષ અકસ્માતે શેડ ઉપરથી નીચે પડકાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.